​​​​​​​રેરા એપેલેટ ઓથોરિટીની કડકાઇ:દુકાનનું પઝેશન ન આપતાં બિલ્ડર દર્પણ શાહને રૂા. 9.81 લાખ વ્યાજ સાથે પરત કરવા આદેશ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુખધામ સિગ્નેચરમાં રાજેશ રાવલે પત્નીના નામે દુકાન બુક કરાવ્યા બાદ 24 મહિના ગોળ ગોળ ફેરવ્યા
  • વ્યાજ સાથે તમામ નાણાં 15 દિવસમાં જમા કરાવવા તાકીદ

શહેરના ડભોઇ વાઘોડીયા રીંગ રોડ ઉપર આવેલી સુખધામ સિગ્નેચર સ્કીમમાં પુત્રીના ક્લિનિક માટે દુકાન બુક કરાવનારને બહુચર્ચિત બિલ્ડર દર્પણ શાહે રૂ.9.81 લાખ લઈને હજી સુધી પઝેશન ન આપતા રેરા એપેલેટ ઓથોરિટીએ વ્યાજ સાથે નાણાં પરત કરવા આદેશ કર્યો છે.રાજેશ રાવલે શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર આકાર લેતી સુખધામ સિગ્નેચર નામની યોજનામાં વર્ષ 2015માં રૂ.9.51 લાખમાં દુકાન બુક કરાવી હતી.રાજેશભાઈ રાવલ પત્ની પ્રિયંકા બેન ના નામે આ દુકાન બુક કરાવી હતી.

રાવલ દંપતી ની પુત્રી જે તે સમય મેડીકલનો અભ્યાસ કરતી હોવાથી ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્લિનિક માટે આ દુકાન બુક કરાવી હતી જેમાં બહુચર્ચિત બિલ્ડર દર્પણ શાહે બુકિંગની તારીખથી 24 મહિનાની અંદર પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ખાતેની આ સ્કીમ ના એફ ટાવર માં દુકાન નંબર 38 માટે બુકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રોજેક્ટમાં વિલંબ થતાં રાજેશભાઈએ વારે ઘડીએ બિલ્ડરને દુકાનનું બાંધકામ ક્યારે પૂરું થશે અને પજેશન ક્યારે મળશે તે માટે પૂછપરછ કરી હતી પરંતુ બિલ્ડરે તેમને ધક્કા ખવડાવતા આખરે તેમણે નાણાં પરત માગ્યા હતા પરંતુ બિલ્ડરે આ રકમ પરત કરી ન હતી.

જેથી રાજેશભાઈ રાવલ એરા ગુજરાતમાં બિલ્ડર વિરૂધ્ધ જાન્યુઆરી 2020 માં ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદ અંતર્ગત રેરા કોર્ટે બિલ્ડરને 3 સપ્ટેમ્બર,2020ના રોજ રૂ.9.81 લાખ વાર્ષિક 9% વ્યાજ સાથે 45 દિવસની અંદર રાજેશભાઈને ચૂકવી દેવા હુકમ કર્યો હતો.જોકે, આ નાણાં પરત કરવા ન પડે તે માટે બિલ્ડર દર્પણ શાહે રેરાની એપેલેટ ઓથોરિટીમાં ઓક્ટોબર,2020માં અપીલ દાખલ કરી હતી. અલબત્ત, રેરા એપેલેટ ટ્રીબ્યુનલે સમીક્ષા અને સુનાવણી બાદ બિલ્ડરને વ્યાજ સાથે રૂ.9.81 લાખ 15 દિવસમાં જમા કરાવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...