તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Builder And BJP Leader Darpan Shah Has Been Accused Of Cheating With Several People In The Past 15 People Submitted To The DCP In Vadodara

છેતરપિંડી:વડોદરામાં બિલ્ડર અને ભાજપ અગ્રણી દર્પણ શાહે અગાઉ પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ, 15 લોકોએ ડીસીપીને રજૂઆત કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણીગેટ પોલીસે છેતરપિંડીના કેસમાં ભાજપ અગ્રણીની ધરપકડ કરી હતી - Divya Bhaskar
પાણીગેટ પોલીસે છેતરપિંડીના કેસમાં ભાજપ અગ્રણીની ધરપકડ કરી હતી
  • અમદાવાદના શાહપુરની મહિલાને સુખધામ રેસિડેન્સીમાં 10.51 લાખમાં મકાન ખરીદ્યુ હતું
  • એક વર્ષ બાદ બિલ્ડરે મકાનનો નંબર બદલીને 2017માં વેચી દીધું હોવાનો ફરિયાદમાં આરોપ
  • પાણીગેટ પોલીસે છેતરપિંડીના કેસમાં બિલ્ડર અને ભાજપ અગ્રણીની ધરપકડ કરી હતી

એક જ મકાન બીજાને વેચી ગ્રાહક સાથે રૂપિયા 10.51 લાખની છેતરપિંડી કરનાર વાઘોડિયા રોડ ખાતે આવેલા સુખધામ રેસિડેન્સીના બિલ્ડર અને છોટાઉદેપુર જિલ્લા ભાજપ અગ્રણી સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. ભાજપ અગ્રણી દર્પણ શાહે આ અગાઉ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ થયા છે, ત્યારે આજે 15 લોકોએ ડીસીપીને રજૂઆત કરી હતી.

અમદાવાદની મહિલાએ ફરિયાદ કરી હતી
ફરિયાદી નિકીતાબેન પરીનભાઇ પટેલ અમદાવાદ શાહપુરમાં આવેલા 2 / એ, જલકમલ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેઓએ વડોદરાના વાઘોડિયા રોડ ઉપર સુખધામ રેસિડેન્સીમાં ટાવર એ..એ..માં 501 નંબરનું મકાન બુક કરાવ્યું હતું. અને રૂપિયા 10,51,000 સુખધામ રેસિડેન્સીના ભાગીદાર બિલ્ડર દર્પણ હરીશ શાહ ( રહે. શુક્લાનગર, પ્રભાત કોલોની બસ સ્ટેન્ડ પાસે, વાઘોડિયા રોડ, વડોદરા, મૂળ રહે, જબુગામ જુના બજાર, તા.બોડેલી, જિ.છોટાઉદેપુર)ને આપ્યા હતાં. તે સામે બિલ્ડર દર્પણ શાહે તા. 12.4.2016ના રોજ દસ્તાવેજ કરી આપ્યો હતો.

એક વર્ષ બાદ બિલ્ડરે મકાનનો નંબર બદલીને 2017માં વેચી દીધું હોવાનો ફરિયાદમાં આરોપ
એક વર્ષ બાદ બિલ્ડરે મકાનનો નંબર બદલીને 2017માં વેચી દીધું હોવાનો ફરિયાદમાં આરોપ

પાણીગેટ પોલીસે બિલ્ડરની ધરપકડ કરી હતી
નિકીતાબેન પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે, બિલ્ડર દર્પણ શાહે અમને દસ્તાવેજ કરી આપેલા મકાન નંબર 501નો નંબર 505 કરી આ મકાન વર્ષ 2017માં રોનીત શાહને વેચી દીધું હતું અને કબજો આપી દીધો હતો. બિલ્ડર દર્પણ શાહે મકાનમાં ટાઇલ્સ નાખવાના બહાને એક ચાવી પોતાની પાસે રાખી અમોને અંધારામાં રાખી વિશ્વાસઘાત કર્યો છે. પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે બિલ્ડર દર્પણ શાહની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ
ભાજપ અગ્રણી દર્પણ શાહે આ અગાઉ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ થયા છે, ત્યારે આજે 15 જેટલા લોકો ડીસીપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ લોકો સાથે પણ દર્પણ શાહે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કર્યાં હતા.

અગાઉ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ
અગાઉ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ

આ પહેલા પણ દર્પણ શાહ સામે ફરિયાદો થઈ છે
દર્પણ શાહ સામે 2018 અને 2019માં પણ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ ચુકી છે. આ ઉપરાંત છેતરપિંડી બાબતે 2018માં 2 અરજી, 2019માં 4 અરજી અને 2020માં 3 અરજીઓ થયેલી છે.

ભાજપે દર્પણ શાહને ચૂંટણી ઇન્ચાર્જ બનાવ્યો હતો
તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપા દ્વારા લોકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર દર્પણ હરીશ શાહને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો હતો. દર્પણ શાહ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુ ગામનો વતની છે. દર્પણ શાહની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થતાં વડોદરા બિલ્ડર લોબીમાં અને છોટાઉદેપુર જિલ્લા રાજકારણમાં ચકચાર મચી ઞઇ છે. દર્પણ શાહના સ્થાનિક અનેક રાજકીય અગ્રણીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો છે.