રજૂઆત:છાણી બસ સ્ટેન્ડ પાસે પહેલાં જેવું પોલીસ સ્ટેશન બનાવો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના બે કોર્પોરેટરોની મ્યુ. કમિશનરને રજૂઆત
  • કેટલાક સમયથી છાણીમાં અસામાજિક તત્ત્વો બેફામ

શહેરના ઉત્તર સીમાડે આવેલા છાણીમાં બસ સ્ટેન્ડ પાસે પહેલાની જેમ પોલીસ સ્ટેશન બનાવી દેવાની માંગ કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત મા કરી હતી. પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 1 ના વિસ્તાર પાણીમાં આવે છે અને છાણી બસ સ્ટેન્ડ પાસે ભૂતકાળમાં પોલીસ સ્ટેશન આવેલું હતું, પરંતુ જે-તે સમયે પોલીસ સ્ટેશનની બિલ્ડિંગને તોડી પાડીને હાથીનું સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યું છે.

આ અંગે ઇલેક્શન વોર્ડ 1નાં કોંગ્રેસનાં કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને હરીશ પટેલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ સ્ટેશન દૂર કરવાથી છાણીમાં ફરિયાદ કરવા માટે નાગરિકોને દૂર જવું પડે છે અને છેલ્લા ઘણા સમયથી છાણીમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી ચોરીના બનાવો વધી રહ્યા છે. આ સંજોગોમાં છાણીમાં મૂળ સ્થાને પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તે નાગરિકોના હિતમાં છે એવી પણ તેમણે ખાસ માગણી કરી હતી.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી શહેરમાં મહિલાઓની છેડતી અને તેમને પરેશાન કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે કાઉન્સીલરોની રજૂઆતને સમર્થન મળી રહ્યું છે. છાણી વિસ્તારમાં અસામાજિક તત્ત્વો ચોરી કરી બેફામ બની રહ્યા છે. આ અંગે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી માટે પણ તેમને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...