તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:મેક ઇન ઇિન્ડયા અંતર્ગત રેલ ટ્રેક મેન્ટેનન્સ માટે મશીન બનાવાયું

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા રેલવે ટ્રેક મેન્ટેનન્સ મશીનનું લોકાર્પણ કરાયું હતું. - Divya Bhaskar
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા રેલવે ટ્રેક મેન્ટેનન્સ મશીનનું લોકાર્પણ કરાયું હતું.
 • કરજણ પાસે મશીનનું લોકાર્પણ કરાયું, કામગીરી ઝડપથી થવાની સાથે ખર્ચ પણ ઘટશે

રેલવે દ્વારા મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ટ્રેક મેન્ટેનન્સ મશીન બનાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. હરિયાણાના ફરીદાબાદ પછી કરજણ પાસે લાકોદરા સ્ટેશનથી 2 કિમી દૂર સ્થિત કંપની દ્વારા પ્રથમ મેન્ટેનન્સ મશીન તૈયાર કરી તેનું ગુરુવારે લોકાર્પણ કરાયું છે. આ મશીન દેશમાં જ બનતાં ટ્રેકનું મેન્ટેનન્સ ઝડપથી થશે તેમજ રેલવેનો ખર્ચ ઘટશે. રેલવે દ્વારા આ મશીન બનાવવા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો, જેની પ્રોજેક્ટ કિંમત 8.91 કરોડ હતી. આ મશીન વિવિધ ઝોનમાં ટ્રેકના મેન્ટેનન્સ માટે મોકલાશે.

9મીથી વડોદરા-સુરત મેમુ ટ્રેન શરૂ કરાશે
કોરોનામાં બંધ થયેલી મેમુ ટ્રેન ફરી શરૂ થવા જઈ રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા વલસાડથી ઉમરગામની સાથે 9મીથી વડોદરા-સુરત મેમુ શરૂ કરાશે. રેલવેનું આ પ્રથમ પગથિયું હોવાનું વેસ્ટર્ન રેલવે પેસેન્જર્સ એસો.ના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાળાએ જણાવ્યું હતું. મેમુ ટ્રેન રોજ સવારે વડોદરાથી 5:50 વાગે રવાના થશે, જે 9:15 વાગે સુરત પહોંચશે. જ્યારે આ ટ્રેન સુરતથી સાંજે 5:35 વાગે ઊપડી રાત્રે 9:20 વાગે વડોદરા પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો