તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:આખો દિવસ ઉઘાડ રહેતા બફારાએ લોકોને પજવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે મોડી રાત્રે 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

શહેરમાં સોમવારે મોડી રાત્રે 10 વાગ્યા પછી વરસાદે તોફાની બેટિંગ કરતાં એકથી દોઢ કલાકના ગાળામાં જ 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રાત્રીના સમયે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જોકે મંગળવાર વરસાદે વિરામ લેતાં ગરમીનો અનુભવ થયો હતો. રવિવારે રાત્રીના સમયે 28.8 મિમી વરસાદ નોંધાયો હતો. જુલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદી માહોલ જામી જશે.

મંગળવારે મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90 ટકા અને સાંજના સમયે 61 ટકા નોંધાયું હતું. હવાનું દબાણ દિવસ દરમિયાન 1003.0 મિલીબાર્સ નોંધાયું હતું. જ્યારે પવનની ગતિ 5 કિમીની નોંધાઇ હતી. જૂન મહિનામાં સિઝનનો અત્યાર સુધીનો 210 મિમી એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ચાલુ વર્ષે હવામાન વિભાગ દ્વારા વરસાદની મોસમ સારી રહેશે, તેવી આગાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...