અહો આશ્ચર્યમ:બજેટમાં કન્સલ્ટન્ટના ખર્ચ પર કાપ મૂકવાનું કહ્યું,હવે નિમણૂકની તૈયારી,  સ્થાયી સમક્ષ દરખાસ્ત રજૂ કરાતાં વિવાદ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી ચેરમેને સલાહકાર ન નિમી ખર્ચ ઘટાડવા ભાર મૂક્યો હતો

પાલિકામાં બજેટની સભામાં સ્થાયી સમિતિના ચેરમેને સલાહકારની નિમણૂક ન કરી ખર્ચ ઘટાડવા પર ભાર મૂક્યો હતો. જોકે 75 લાખની મર્યાદામાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા માટે સલાહકારની નિમણૂક કરવાની દરખાસ્ત આવતાં અભી બોલા અભી ફોક જેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકાના બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરાઈ છે, જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના વિવિધ પ્રોજેક્ટ માટે સલાહકારની નિમણૂક કરવાની ભલામણ કરાતાં વિવાદ થયો છે.

બિલ્ડિંગ પ્રોજેક્ટ દ્વારા આર્કિટેક્ચર પ્લાનિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, ટેન્ડર ડોક્યૂમેન્ટ, અંદાજ તેમજ કામગીરી માટે સુપરવિઝન માટે સલાહકારની નિમણૂક કરવાની જરૂરિયાત હોવાનું જણાવાયું છે. જેમાં 75 લાખની મર્યાદામાં કે એક વર્ષ માટે કામ કરવા સલાહકારો પાસેથી ભાવપત્રક મગાવાયા હતા. જેમાં વાપ્કોસ લિ.ને સલાહકાર તરીકે કામ સોંપવાની દરખાસ્ત સ્થાયીમાં મૂકતાં વિવાદ થયો છે.

ક્વોલિફાઈ ઈજનેરોને સલાહકારની જરૂર પડી!
પાલિકામાં વર્ષોથી ઇજનેરો કામગીરી કરે છે, પરંતુ બિલ્ડિંગ પ્રોજેક્ટના કામ પર સુપરવિઝન રાખવા 75 લાખના ખર્ચે સલાહકારની નિમણૂક કરવા નક્કી કરાયું છે. જે પાલિકાના ઇજનેરોની કાર્યક્ષમતા પર સવાલો ઊભા કરે છે. લાખોનો પગાર લેતા અધિકારીઓને સલાહકારની શું જરૂર પડે?

વાપ્કોસ સામે અગાઉ કાર્યવાહી થઈ હતી
સૂત્રો મુજબ સ્થાયીમાં સલાહકારની નિમણૂક માટેની દરખાસ્તમાં ક્વોલિફાઇ થયેલા વાપ્કોસ લિ. સામે ભૂતકાળમાં મોલ અને તળાવના કામોમાં બેદરકારી બદલ કાર્યવાહી થઈ હતી અને તેને બ્લેક લિસ્ટ પણ કરાયા હતા. છતાં તેને કામ સોંપવાનું નક્કી કરાતાં વિવાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...