તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાબંદી છતાં બુદ્ધા સ્પા ચાલુ, સંચાલકની અટક

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રીતેશ મિસ્ત્રી - Divya Bhaskar
પ્રીતેશ મિસ્ત્રી
  • અક્ષરચોક પાસે ધ પાર્ક કોમ્પ્લેક્સમાં દરોડો 6 ગ્રાહકો હતા, માલિક સામે પણ ગુનો નોંધાયો

ઓપી રોડ પર અક્ષર ચોક પાસે ધ પાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા ચાલુ હોવાની બાતમી મળતાં પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે 6 ગ્રાહકો હતા. સ્પા સંચાલકની અટકાયત કરવાની સાથે પોલીસે માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

અક્ષર ચોક પાસે ધ પાર્ક કોમ્પ્લેક્સ સ્થિત બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા ચાલુ હોવાનું અને તેમાં ગ્રાહકો આવતા હોવાની બાતમી પીસીબી પીઆઇ જે.જે.પટેલ અને તેમની ટીમને મળતાં સ્પામાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે સ્પામાં 6 ગ્રાહક અને સ્પા ચાલુ હોવાનું જણાયું હતું. સરકારની કોવિડ ગાઇડ લાઇન મુજબ સ્પા ચાલુ રાખવા બાબતે પ્રતિબંધ મુકાયો છે ત્યારે બુદ્ધા સ્પા ચાલુ રાખી સંચાલક અને માલિકે જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાયું હતું.

બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી સંચાલકની ધરપકડ કરાઈ હતી.
બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી સંચાલકની ધરપકડ કરાઈ હતી.

પોલીસે બુદ્ધા સ્પા સંચાલક પ્રીતેશ પ્રમોદ મિસ્ત્રી (જયનારાયણ સોસા. રણોલી)ની અટક કરી સાથે ઉપરાંત સ્પા માલિક કમલેશ શંકરભાઇ બુલચંદાની (વીંગ કલ્પનાવન, રાજકોટ) સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...