તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો!:મનસુખ વસાવાએ કહ્યું, ‘સાંસદ તરીકે ફ્રી સારવાર માટે રાજીનામું પાછું લીધું’, રૂપાણી સાથે 45 મિનિટ વાત પછી માની ગયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
BTPના અધ્યક્ષ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા - Divya Bhaskar
BTPના અધ્યક્ષ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા
 • મનસુખ વસાવાએ ગઈકાલે રાજીનામું આપ્યા બાદ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યાં બાદ રાજીનામુ પરત ખેંચ્યું હતું
 • છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મનસુખ વસાવા પર નિશાન તાક્યું

મંગળવારે પક્ષમાંથી સભ્યપદેથી રાજીનામું આપું છું તેવું કહેનારાં ભરૂચના ભાજપી સાંસદ મનસુખ વસાવાએ 24 કલાકની અંદર જ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની 45 મિનિટની મુલાકાત બાદ રાજીનામું પરત ખેંચી લીધું છે. આ અગાઉ વસાવાએ કહ્યું કે મારી તબિયતને કારણે રાજીનામું આપું છું, પરંતુ વિજય રૂપાણીએ આ બેઠક દરમિયાન વસાવાને એવી રસી આપી કે મનસુખ વસાવા સાજા થઇ ગયા હોય એમ રાજીનામું પરત ખેંચી લીધું. આ તરફ વસાવાએ કહ્યું કે મને ઇકોસેન્સિટીવ ઝોનને લઇને કોઇ ફરિયાદ જ નથી. હું માત્ર સ્વાસ્થ્ય સંબંધી મામલે જ રાજીનામું આપવા ઇચ્છતો હતો. પરંતુ પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે પક્ષમાંથી રાજીનામું આપશો તો સરકાર ફ્રીમાં સારવાર નહીં કરાવે. તેમણે કહ્યું કે પક્ષમાં રહેશો તો તમારી સારવારનો ખર્ચ નિયમ પ્રમાણે સરકાર ઉઠાવશે તેમ જણાવ્યું હોવાથી હું મારું રાજીનામું પાછું ખેંચું છું.

ભાજપના 29થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યા હતા
ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેઓ સરકારમાં રજૂઆત કરી રહ્યા હતા. ભાજપનું મોવડીમંડળ તેમને મનામણાં કરી રહ્યું હતું. જોકે તેમણે પક્ષમાંથી અને સાંસદપદેથી રાજીનામું આપી દેવાનો સ્પષ્ટ નિર્ધાર કરી લીધો હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યા હતા.

ધારાસભ્ય છોટુ વસાવાએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ
ધારાસભ્ય છોટુ વસાવાએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ

આ તરફ વનમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે સરકારે હવે નક્કી કર્યું છે કે ગરુડેશ્વર તાલુકાના કોઇપણ ગામના ખેડૂતની જમીનમાં ઇકોસેન્સિટિવ ઝોન હેઠળની એન્ટ્રી નહીં પડે અને જે ગામોમાં કલેક્ટરે આવી એન્ટ્રી પાડી છે તેને પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે. જો કે કલેક્ટરે કોના ઇશારે આ એન્ટ્રીઓ પાડી હતી તે અંગે વસાવાએ કોઇ ફોડ પાડ્યો ન હતો. મનસુખ વસાવાએ પણ આ નિર્ણય માટેને શ્રેય ગણપત વસાવાને જ આપ્યો.

તબિયત નાદુરસ્ત હોવાથી રાજીનામું આપ્યું: મનસુખ વસાવા
મનસુખ વસાવાએ ગઈકાલે જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મતસ્તારના લોકોને જો ન્યાય ન અપાવું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. મનસુખ વસાવા નહિ હોય તો પાર્ટી નહીં ચાલે એવું બિલકુલ નથી, પક્ષની તાકાત જ એટલી છે કે કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી. વનમંત્રી ગણપત વસાવા સાથે વાત પણ મારી ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે વાત થઈ છે. આ પ્રશ્ન ગંભીર છે, ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. ઈકો સેન્સિટિવ ઝોન સ્થાનિક વહીવટી તંત્રનું ઉતાવળું પગલું હતું, પણ સરકાર એ પ્રશ્ન હલ કરશે.

છોટુ વસાવાએ કહ્યું - બાળકને લોલીપોપ આપી ચૂપ કરી દેવાયો
ભાજપના સૂત્રો જણાવે છે કે મનસુખ વસાવાને હવે પછીની 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટીકીટ નહીં મળે અને તેમના સ્થાને ભાજપે નવાં ઉમેદવાર માટેની શોધ પણ પૂર્ણ કરી લીધી છે. આ તરફ વસાવાને પોતાના પ્રતિસ્પર્ધી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આદિવાસી સમાજ પર સ્થાનિક સ્તરે વધતાં વર્ચસ્વને કારણે ખૂબ અસલામતી સતાવી રહી છે તે વાત નકારી શકાય નહીં. રાજીનામું પાછું ખેંચાવાના પ્રકરણ બાદ છોટુ વસાવાએ મનસુખ વસાવાની ચૂંટણી લેતાં સોશિયલ મિડીયા પર જણાવ્યું કે બાળક જીદ્દ કરે અને રડવા બેસે તો લોલીપોપ આપીને ચૂપ કરી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો