એજ્યુકેશન:BScની પરીક્ષા સપ્તાહ પાછી ઠેલાઇ,હવે 1 ડિસે.થી શરૂ થશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MScની પરીક્ષા 22 નવેમ્બરથી યથાવત્ સમયે યોજાશે
  • હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રહેવાની અગવડ ન પડે તે માટે નિર્ણય

મ.સ.યુનિ.ની બીએસસીની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલવવામાં આવી છે. હવે બીઅેસસીની પરીક્ષા 1 ડિસેમ્બરથી લેવાશે. જ્યારે એમએસસીની પરીક્ષા 22 નવેમ્બરથી યથાવત્ સમયે યોજાશે. મ.સ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એન્ડ સેમિસ્ટર પરીક્ષાઓ 22 નવેમ્બરથી ઓફલાઈન લેવાનું નક્કી કરાયું હતું. બીએસસી અને એમએસસીની પરીક્ષા 22મીથી યોજાવાની હતી. જોકે હવે માત્ર એમએસસીની પરીક્ષા 22મીથી શરૂ થશે, જ્યારે બીએસસીની પરીક્ષા પહેલી ડિસેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

સાયન્સ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું કે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રહેવાની અગવડ ન પડે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત બીએસસીમાં ઘણા વિદ્યાર્થીઓની ફી ભરવાની પણ બાકી હતી, જેથી સમયસર તેઓ ફી ભરી દે ત્યાર પછી તેમની પરીક્ષા લેવા નિર્ણય કરાયો છે. બીએસસી અને એમએસસી મળીને કુલ 1500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. સાયન્સ ફેકલ્ટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાની છે તે માટે કોમર્સ ફેકલ્ટીની બિલ્ડીંગનો ઉપયોગ કરાશે. એક જ દિવસે બે પરીક્ષાની જગ્યાએ અલગ અલગ દિવસે પરીક્ષા યોજી શકાય તે માટે બી એસ સી ની પરીક્ષા 1 લી ડિસેમ્બરથી લેવાનો નિર્ણય કરાયો છે. એમ એસ સીની પરીક્ષા 22 નવેમ્બરથી યોજવામાં આવશે. યુનિવર્સિટીમાં સૌપ્રથમ વખત કોઈ ફેકલ્ટી દ્વારા ઓફલાઈન મોડ થી એન્ડ સેમેસ્ટરની પરીક્ષાઓ યોજવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...