તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Brother Of BJP Woman Councilor Dies Of Dizziness At Manjalpur Police Station In Vadodara, Police Say: 'TB Patient Was Addicted To Alcohol'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્યમય મોત:વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સિલરના ભાઇનું માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચક્કર આવતા મોત, પોલીસે કહ્યું: 'ટીબીનો દર્દી-દારૂ પીવાની ટેવવાળો હતો'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંજલપુર પોલીસ સ્ટેશન - Divya Bhaskar
માંજલપુર પોલીસ સ્ટેશન
  • યુવાન ઘર પર પથ્થર મારતો હોવાની વર્ધી મળતા યુવાનને માંજલપુર પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં-17ના ભાજપના મહિલા કાઉન્સિલર સંગીતાબેન પટેલના ભાઇનું માંજલપુર પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ પોલીસ સ્ટેશનમાં ચક્કર આવતા મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે મોતને ભેટનાર યુવાન ટીબીનો દર્દી અને દારૂ પીવાની ટેવવાળો હતો.

ઘર પર પથ્થર મારતો હોવાની વર્ધી મળતા યુવાનને પોલીસ સ્ટેશન લઇ જવાયો
ACP એચ.સી. પાટીલે જણાવ્યું હતું કે, વોર્ડ નં-17ના ભાજપના કાઉન્સિલર સંગીતાબેન પટેલના ભાઇ ગૌરાંગ ઉર્ફે ગવો ગોપાલભાઇ પટેલ દારૂના નશામાં ઘર ઉપર પથ્થરો મારે છે, તેવી વર્ધી પરિવારના સભ્ય દિલીપભાઇએ આપી હતી. જેના આધારે માંજલપુર પોલીસ તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી. દરમિયાન બપોરે 1 વાગ્યાની આસપાસ તેની તબિયત લથડતા અને તેને કુદરતી હાજતે જવાનું કહેતા ફરજ પરનો પોલીસ સ્ટાફ તેને પોલીસ સ્ટેશનની પાછળના ભાગે શૌચાલયમાં લઇ ગયા હતા.

ચક્કર આવતા પડી ગયા બાદ યુવાનનું મોત થયું
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દરમિયાન તેને ચક્કર આવતા પડી જતા બેભાન થઇ ગયો હતો. જે અંગેની જાણ થતાં પોલીસકર્મીઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. જ્યાં આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સના સ્ટાફે યુવાનને મૃત જાહેર કર્યો હતો. ગોપાલ પટેલ ટીબી પેશન્ટ અને દારુ પીવાની ટેવવાળો હતો. જેના કારણે તેમનું મૃત્યુ થયું છે, જે અંગે પરિવારજનોએ પણ તેમના નિવેદનમાં આ માહિતી આપી હતી.

પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
આ બનાવની જાણ સંગીતાબેનને કરવામાં આવતા તેઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસે ગૌરાંગ પટેલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે રાજકીય મોરચે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો