તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વડોદરાના રાજમહેલ રોડ પર પ્લાયવૂડ ટેમ્પોમાં ભીષણ આગ લાગતા રસ્તો બંધ કરવો પડ્યો, ડ્રાઈવરનો બચાવ થયો

વડોદરા2 મહિનો પહેલા
ટેમ્પોમાં આગ લાગતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો.
  • ટેમ્પોના એન્જિનમાંથી ધુમાડા નીકળતા ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી જીવ બચાવ્યો

શહેરના રાજમહેલ રોડ પરથી પસાર થઇ રહેલા પ્લાયવૂડ ભરેલા ટેમ્પામાં એકાએક આગ ફાટી નીકળી હતી. રસ્તાની વચ્ચોવચ ટેમ્પોમાં આગ ફાટી નીકળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.

રસ્તાની વચ્ચોવચ ટેમ્પોમાં આગ ફાટી નીકળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો
રસ્તાની વચ્ચોવચ ટેમ્પોમાં આગ ફાટી નીકળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો

સૌપ્રથમ એન્જિનમાંથી ધુમાડા દેખાયા હતા
મળેલી માહિતી પ્રમાણે શહેરના રાજમહેલ રોડ ઉપરથી પ્લાયવૂડ ભરીને એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. ટેમ્પોના એન્જિનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થતાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો રસ્તા ઉપર મૂકી સલામત સ્થળે ખસી ગયો હતો. દરમિયાન ટેમ્પોના એન્જિનમાં આગ ભભૂકી ઉઠી હતી.

એન્જિનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થતાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો રસ્તા ઉપર મૂકી સલામત સ્થળે ખસી ગયો હતો
એન્જિનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થતાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો રસ્તા ઉપર મૂકી સલામત સ્થળે ખસી ગયો હતો

પ્લાયવૂડ હોવાથી આગ વિસ્તરી
ટેમ્પોમાં આગ લાગતાની સાથે જ તે રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. બીજી બાજુ ટેમ્પોમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટેમ્પોમાં પ્લાયવૂડ હોવાને કારણે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડ્રાઈવરનો બચાવ થયો
મળેલી માહિતી પ્રમાણે આ બનાવમાં ટેમ્પો ચાલકે સમય સૂચકતા વાપરીને ટેમ્પોની બહાર નીકળી ગયો હતો. જો ન નીકળ્યો હોત તો ટેમ્પો ચાલક પણ આગની લપેટમાં આવી ગયો હોત. પરંતુ એન્જિનમાંથી ધુમાડા નીકળતા જ ટેમ્પો ચાલક રોડ પર ટેમ્પો મૂકીને ડ્રાઈવર સીટ છોડી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો