તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:બરોડિયનની ફિલ્મ ‘બર્ડસ વિધાઉટ વિંગ્સ’ન્યૂયોર્કના ફિલ્મ ફેસ્ટિવલમાં

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
રિષભ ઠક્કર - Divya Bhaskar
રિષભ ઠક્કર
 • USAના કેલિફોર્નિયાની ચેપમેન યુનિવર્સિટીમાં રિષભ ઠક્કરે પોતાની થિસીસના ભાગરૂપે શોર્ટ ફિલ્મ બનાવી

મૂળે વડોદરાના અને હાલમાં અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં રહેતા રિષભ ઠક્કરની ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ‘બર્ડસ વિથઆઉટ વિંગ્સ’ની ન્યૂયોર્કના સોશિયલ રિલેવન્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી થઇ છે. 29 મિનિટની આ ફિલ્મ નોઇડાની એક એનજીઓ વોઇસ ઓફ સ્લમના બે સ્થાપકોના જીવન-કાર્ય પર આધારિત છે.

24 વર્ષીય રિષભે જણાવ્યું કે, ‘આ એનજીઓના સ્થાપકો દેવ અને ચાંદની નોઇડાના આ જ સ્લમમાં ઉછરીને મોટા થયા અને તેમણે સંયુક્ત પ્રયાસથી એનજીઓ સ્થાપી છે. તેઓ આ સ્લમના બાળકોને ભણાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અહીં ફિલ્મના બંને નાયકો પૈસાપાત્ર નથી. તે બંને આજે પણ નીચલા આર્થિક તબક્કામાં જ છે, છતાં સમાજસેવા કરી રહ્યાં છે. આ વિષય મને રસપ્રદ લાગ્યો અને તેથી આ ડોક્યુમેન્ટરી બનાવી છે. તેમને પણ સ્લમના ઘણા લોકો પોતાના બાળકોને ભણાવવા તૈયાર નથી અને તેમને સમજાવીને તે અભ્યાસ તરફ વાળી રહ્યાં છે. ’ આ ડોક્યુમેન્ટરીમાં આદિત્ય આકાશ, રોહન જોશી અને આયુષ માથુર પણ તેની ટીમમાં છે.

રિષભે અમેરિકાના આ શોર્ટફિલ્મ કેલિફોર્નિયાની ચેપમેન યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઇન ફાઇન આર્ટસની થિસિસના ભાગરૂપે તૈયાર કરી હતી. આ ફિલ્મ અગાઉ જયપુર ફિલ્મ ફેસ્ટિવલ, ચેન્નાઇ ફિલ્મ ફેસ્ટિવલ, પૂનાના શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ થઇ ચૂકી છે અને 9માં મુંબઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ સ્ટુડન્ટ ડોક્યુમેન્ટરી તરીકે વિનર બની હતી.

આ બાળકો નોઇડાના સ્લમના જ બાળકો છે. ફિલ્મમાં દરેક દૃશ્યમાં વોઇસ ઓવર અપાયો છે. તેમને અભ્યાસ માટે પ્રોત્સાહન સતત મળે તે માટેવિવિધ પ્રયાસો કરવામાં આવે છે.
આ બાળકો નોઇડાના સ્લમના જ બાળકો છે. ફિલ્મમાં દરેક દૃશ્યમાં વોઇસ ઓવર અપાયો છે. તેમને અભ્યાસ માટે પ્રોત્સાહન સતત મળે તે માટેવિવિધ પ્રયાસો કરવામાં આવે છે.

હાલમાં એમેઝોન પ્રાઇમ માટે આસિ. ડાયરેક્ટર
રિષભે શૈશવ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મહેસાણામાં મેકાટ્રોનિક્સમાં એન્જિનિયરિંગમાં સ્ટડી કર્યો. તેને અગાઉથી જ ફિલ્મો બનાવવાનો શોખ હતો. રેલ્વે સ્ટેશન ખાતેનું ક્રોકોડાઇલ સ્કલ્પ્ટર મેકિંગની શોર્ટ ફિલ્મ બનાવી હતી. ફિલ્મ નિર્માણની ધગશ હોવાથી તેણે અમેરિકાના સાનફ્રાન્સિસ્કોની ચેપમેન યુનિવર્સિટીમાં પ્ર‌વેશ મેળવ્યો હતો. તેણે કહ્યું કે, અભ્યાસ દરમિયાન અહીં પ્રેક્ટિકલ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. હાલમાં તે અમેઝોન પ્રાઇમની સિરિઝ માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટર કરીકે કામ કરી રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. રિષભે અત્યાર સુધી 6 ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો