મુલાકાત:રાષ્ટ્રપતિને સ્ટાર્ટઅપ, ગ્રેડ રિસર્ચની માહિતી આપી, MSUના વીસીની રાષ્ટ્રપતિ સાથે શુભેચ્છા મુલાકાત

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક સંશોધનોને પ્રાધાન્યની પહેલની વાત કરી

MSUના વીસી પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વીસીએ નેક ગ્રેડીંગ, વિદ્યાર્થીઓના સ્ટાર્ટ-અપ અને નવીનતા માટે યુનિવર્સિટીના સમર્થન તેમજ સામાજિક રીતે સંબંધિત સંશોધનને પ્રાધાન્ય આપવા કરાએલી પહેલોની માહિતી આપી હતી.

યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણના પ્રયાસો, વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન આપવા આંતરરાષ્ટ્રીય સ્તરના એમઓયુ અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં યોગદાનની ચર્ચા કરી હતી. વિદેશની યુનિવર્સિટી સાથે સંશોધન ક્ષેત્રે થયેલા એમઓયુ સહિત વિદેશી વિદ્યાર્થીઓ, તેઓ કયા દેશોમાંથી આવે છે અને કયા અભ્યાસ કરી રહ્યા છે તે વિશે પણ માહિતી સાથે વિવિધ અભ્યાસક્રમો વિશે પણ વીસીએ રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...