ફરિયાદ:BRG હાઇટ્સના પાર્કિંગ મામલે ચાલતો કેસ પાછો ખેંચવા ધમકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ધમકી આપનાર 2 જણાની અટકાયત

કારેલીબાગ અમીતનગર પાસે દેવી કૃપા ટી સ્ટોલ પાસે વહેલી સવારે સીએને બીઆરજી હાઇટ્સના પાર્કિંગના મુદ્દે ચાલતા કોર્ટ કેસમાં અશોક જૈન અને દર્શન શાહ કહે તે પ્રમાણે પતાવટ કરો નહીંતર મારી નાખીશું તેવી 2 શખ્સે ધમકી આપતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 2 જણાની અટકાયત કરી હતી. હરણી પોલીસમાં મયંકભાઇ રજનીકાંત શાહ (બીઆરજી હાઇટસ, સમાસાવલી રોડ)એ ફરિયાદ નોંધાવી હતી કે, સોમવારે સવારે 5-15 વાગે તે અમિતનગર સર્કલ પાસે દેવીકૃપા ટી સ્ટોલમાં ચા પીવા ગયા હતા. ત્યારે બે શખ્સ આવ્યા હતા અને એક તેમની સામે બેસી ગયો હતો.

તેઓ તે સમયે મોબાઇલમાં ભજન સાંભળતા હતા ત્યારે એક શખ્સે તમે મારી પસંદનું ગીત વગાડો તેમ કહેતા તેમણે ભજન સાંભળી આ શખ્સને ગીત સાંભળવા મોબાઇલ આપ્યો હતો ત્યારે આ શખ્સે મોબાઇલમાંથી એક નંબર ડાયલ કર્યો હતો અને જણાવ્યું કે, અમે ગુજરાતના ડોન છીએ, કંઇ પણ જરૂર પડે તો ફોન કરજો તેમ કહ્યું હતું.

ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દુકાનની બહાર જતાં બંને પાછળ આવ્યા હતા અને તેમની બાઇક પર બેસવાનું કહ્યું હતું. ત્યારબાદ તમારો બીઆરજી હાઇટ્સનો જે કોર્ટ કેસ ચાલે છે તે અશોક જૈન અને દર્શન શાહ કહે તે પ્રમાણે પતાવટ કરી દો નહીંતર હું તમને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી જયેન્દ્રપુરી મહેન્દ્રપુરી ગોંસાઇ ઉર્ફે જેડી (સાંઇકૃપા સોસા. ખોડીયારનગર) અને ધ્રુવ મહેશ પાનાવાલા (હરીકૃપા સોસા.વારસીયા)ની અટકાયત કરી અન્ય 2 જણાની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...