તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની ઉજવણીનો થનગનાટ:બ્રેથ એનલાઇઝર : અમદાવાદમાં બંધ, વડોદરા પોલીસ હજી બેફિકર

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ નિર્ણય

ચાલુ વર્ષે 31મી ડિસેમ્બરે પહેલી વખત દારૂડિયાને પકડવા અમદાવાદ પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ નહીં કરે તેમજ કોઈનું મોઢું પણ નહીં સૂંઘે. પણ દારૂડિયાઓને વાણી-વર્તન અને તેની ચાલના આધારે પકડશે. ઉપરાંત શંકાસ્પદ લોકોની ખરાઈ બ્લડ રિપોર્ટના આધારે કરાશે.જો કે આ મામલે વડોદરા પોલીસ હજી બેફીકર છે.

બ્રેથ એનેલાઇઝરના વારંવારનો ઉપયોગ કોરોનાનું સંક્રમણ ફેલાવા માટે જવાબદાર બની શકે છે તેમ તબીબોનું દ્દઢપણે માનવુ છે. તેમ છતાં વડોદરામાં અઠવાડિયાથી પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરાઇ રહ્યો છે. અગાઉ રાજય પોલીસ વડાએ કોરોનાને ધ્યાનમાં લઇ પીધેલાના મોં ન સુંઘવા સૂચના જારી કરી હતી. બ્રેથ એનેલાઇઝરથી કરાતા ચેકિંગમાં પોલીસ કર્મચારીઓને પણ ચેપ લાગવાનું જોખમ વધુ રહેલુ છે. જેને પગલે અમદાવાદ પોલીસે અગમચેતી વાપરીને 31 ડિસેમ્બરે પીધેલાને પકડવાની ઝુંબેશમાં બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો