ભાસ્કર એક્સક્લુઝિવ:365 દિવસમાં પાણીની જૂની લાઇનોમાં 2475 સ્થળે ભંગાણ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રોજ 15 કરોડ લિટર પાણીનો વેડફાટ
 • સૌથી વધુ ફરિયાદો પશ્ચિમ ઝોન, સૌથી વધુ ખર્ચ પૂર્વ ઝોનમાં

શહેરને અલગ અલગ ત્રણ પાણીના સ્ત્રોતથી 55 કરોડ લીટર જેટલું પાણી આપવામાં આવે છે. પરંતુ તે પૈકી 15 કરોડ લિટર લોકોને વાપરવા મળે તે પહેલાં વેડફાઈ જાય છે જેના મુખ્ય કારણો પાણીની ચોરી અને શહેરમાં પાણીની લાઈનમાં બારેમાસ પડતા ભંગાણ છે. ત્યારે છેલ્લા 1 વર્ષમાં અલગ અલગ વિસ્તારમાં પાણીની લાઈનમાં 2475 જેટલા ભંગાણ પડ્યા છે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ભંગાણ પડ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જેના સમારકામ પાછળ રૂ. 3.10 લાખ ખર્ચ થયો છે.

શહેરમાં પાણીની લાઈનના જુના નેટવર્કના કારણે છાશવારે ભંગાણ પડે છે. વર્ષ 2021માં મોટી લાઈનમાં 405 જગ્યાએ પાણીની લાઈન તૂટી હતી. જેમાં પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ 221 ભંગાણ સર્જાયા હતા. જેના કારણે હજારો ગેલન પાણી વેડફાયું હતું. પાણીની મોટી લાઈનમાં પડેલા ભંગણના સમારકામ પાછળ રૂ. 60 લાખનો ખર્ચ થયો છે. આ સિવાય વોર્ડ લેવલે પણ પાણીની ટાંકીથી વોર્ડમાં ઘરે ઘરે જતી પાણીની લાઈનમાં 2070 સ્થળોએ ભંગાણ પડ્યું હતું.

મરામત પાછળ રૂા. 3.10 કરોડનો ખર્ચ

પાણીખર્ચઝોનખર્ચ
પુરવઠા(લાખમાં)(વોર્ડ)(લાખમાં)
પૂર્વ વિસ્તાર (ભંગાણ)
531242058
પશ્ચિમ વિસ્તાર (ભંગાણ)
2212272060
પાણીખર્ચઝોનખર્ચ
પુરવઠા(લાખમાં)(વોર્ડ)(લાખમાં)
ઉત્તર વિસ્તાર (ભંગાણ)
481160068
દક્ષિણ વિસ્તાર (ભંગાણ)
831535064

આ વિસ્તારમાં વારંવાર ભંગાણ પડ્યાં

 • પૂર્વ ઝોન
 • કમલા નગર તળાવ પાસે
 • આજવા રોડ રામદેવ નગર ત્રણ રસ્તા
 • સંગમ ચાર રસ્તાથી વૃંદાવન ટાઉનશીપ
 • ઉમા ચાર રસ્તા
 • કલાદર્શન ચાર રસ્તા
 • દક્ષિણ ઝોન
 • માંજલપુર રિલાયન્સ સર્કલ
 • મકરપુરા જીઆઇડીસી થી વડસર રોડ
 • જાંબુઆ જગાતનાકાથી જાંબુઆ ગામ
 • તરસાલી ટાંકી એસ.ટી.પી.સુધી
 • તરસાલી શાકમાર્કેટ પાસે
 • લાલબાગ બ્રિજ નીચે
 • લાલબાગ પ્રતાપ નગર રોડ
 • પશ્ચિમ ઝોન
 • ગેંડા સર્કલ પાસે
 • સ્પેન્સર મોલ પાસે
 • ગેરી કમ્પાઉન્ડ પાસે, ઇલોરાપાર્ક
 • સુભાનપુરા પાણીની ટાંકી
 • સુભાનપુરા ગોલ્ડન સિલ્વર ચાર રસ્તા
 • લક્ષ્મીપુરા તળાવ પાસે
 • ગોત્રી ગામ પોસ્ટ ઓફીસ
 • સુનિકેતન સમતા
 • તાંદલજા ગુજરાત ટ્રેક્ટર સોસાયટી
 • ગોત્રી ગાયત્રીનગર
 • ગોત્રી તળાવ પાસે અંબિકા કોમ્પલેક્ષ
 • રામેશ્વર ચાર રસ્તા વાસણા રોડ
 • હરિનગર બ્રિજ પાસે ધારા હોસ્પિટલ
 • ઓધવપુરા ગામ સુભાનપુરા
 • રળિયાતબાનગર પાસે
 • હરીનગર બ્રિજ સુજાતા સોસાયટી
 • જુના પાદરા રોડ ટ્યુબ કંપની
 • ઉત્તર ઝોન
 • કારેલીબાગ ટાંકીથી આસ્થા પાર્ક​​​​​
અન્ય સમાચારો પણ છે...