પોસ્ટ વિભાગના ગુજરાત સર્કલના સ્પોર્ટ્સ ક્વોટામાં પસંદગી થયેલા 188 ઉમેદવારોની નિયુક્તિ અટવાઇ ગઇ છે કારણ કે એક નાપસંદ થયેલા ઉમેદવારે ગરબડ થયાની આશંકા સાથે વિસ્તૃત રજૂઆત કરતાં દિલ્હી ખાતેના પોસ્ટ વિભાગના સત્તાધીશોઅે નિયુક્તિ પર રોક લગાવી નિયુક્તિની તમામ ફાઈલો કબજે કરી છે.
પોસ્ટ વિભાગનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ગત ઓક્ટોબર માસમાં પોસ્ટ વિભાગમાં સ્પોર્ટસ કવોટામાં 188 પોસ્ટની ભરતી કરવા માટે એક નોટીફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિલેકશન પ્રોસેસ શરુ કરી લાયકાત અને વિવિધ પ્રમાણપત્રાેના આધારે 188 સ્પોર્ટસ કવોટાના કર્મીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વિવિધ રમતોના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રમતોમાં ટેબલ ટેનીસ, શુટિંગ, બેડમિન્ટન, એથ્લેટીકસ, પાવર લિંફટીંગ, ક્રિકેટ, સોફટ બોલ, ડેફ સ્પોર્ટસ, વોલીબોલ, કરાટે, રોલર સ્કેટીંગ, જીમ્નાસ્ટીક અને મલખંભ વગેરે રમત સહિતના દેશભરના રાષ્ટ્રીય ખેલાડીઓએ નોકરી માટે દાવો કર્યો હતો.
188 કર્મીઓની યાદી તૈયાર થઇ જતાં તમામ પસંદ થયેલા કર્મીઓનું મેડીકલ ચેકઅપ બાદ નોકરી માટે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં નિયુક્તિ કરાઈ હતી. નોકરી માટેદરમિયાન નાપસંદ થયેલા એક ખેલાડીએ દિલ્હી ખાતે‘ પોસ્ટ દ્વારા જે સીલેકશન થયું છે તેમાં વ્હાલાં-દવલાંની નીતિ અપનાવાઈ હોવાની આશંકા સાથે રજૂઆત કરી હતી.જેના પગલે દિલ્હીથી તપાસ શરુ થતાં અમદાવાદ ખાતેના પોસ્ટ વિભાગમાંથી નિયુક્તિની ફાઈલો કબજે કરી સીલ કરાઇ છે.
188 જગ્યાઓ માટે 10 હજાર ઉમેદવારોએ અરજી કરી હતી
પોસ્ટ વિભાગના ગુજરાત સર્કલ માટે સ્પોર્ટસ કવાેટાની 188 જગ્યા માટે 10 હજાર ઉમેદવારોએ ે અરજી કરી હતી.જેમાં સામાન્ય ભુલના લીધે પણ અરજી રીજેકટ થઇ હતી, કેટલાક ઉમેદવારો અરજીમાં પોતાની સહી કરવાનું ભુલી જતાં તેમની અરજી રિજેકટ થઇ હતી અને કેટલાક ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો ન જોડતા અરજી રદ થઇ હતી.
યાદીમાં એક ક્રિકેટર સહિત વડોદરાના 5 ખેલાડીનો સમાવેશ
પોસ્ટ દ્વારા સ્પોર્ટસ કવોટામાં સિલેકશન બાદ જે યાદી તૈયાર કરાઈ હતી તેમાં વડોદરાના એક રણજીટ્રોફી ટીમના ખેલાડીનું પણ નામ પણ સામેલ છે આ સિવાય અન્ય રમતોના ચાર ખેલાડીઓની પણ પસંદગી થઇ હતી. પોસ્ટ વિભાગના એક ઉચ્ચઅધિકારીએ જણાવ્યું હતું કે નિયુક્તિ રોકાવા પૈકીના કારણો પૈકી એક કારણ ‘કેન્દ્રના એક મંત્રી પણ છે કારણ કે તેઓએ પણ આ બાબતે રસ લેતાં નિયુક્તિ હાલ પુરતાં રોકાઈ ગઇ છે.
નિયુક્તિને હોલ્ડ પર રખાઈ છે
પોસ્ટના સ્પોર્ટસ કવોટાની ભરતીમાં ઉપરથી ઓર્ડર આવતાં નિયુકતી હોલ્ડ પર રખાઈ છે, નવો હુકમ થતાં નિયુકતી બાબતે નવા ઓર્ડર મુજબ કાર્યવાહી કરાશે. - સત્યનારાયણ દવે, ડાયરેકટર, ગુજરાત સર્કલ, પોસ્ટ વિભાગ, અમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.