તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરખાસ્ત મુલતવી:બે ઝોનનાં તળાવો-કાંસની સફાઈમાં થનારા રૂા.70 લાખના ખર્ચ પર બ્રેક

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયીએ અભ્યાસનું કારણ આપી દરખાસ્ત મુલતવી કરી

શહેરના 2 ઝોનમાં તળાવો અને કાંસને સાફ કરવા માટે 70 લાખ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કરતી જુદી જુદી 2 દરખાસ્ત પર સ્થાયી સમિતિએ નિર્ણય લેવાનું ટાળ્યું હતું. દક્ષિણ ઝોનમાં તળાવો અને કાંસની સફાઈનો ઈજારો 30 લાખનો છે અને તેમાં પાલિકાના અંદાજ કરતાં 28.44% ઓછો ભાવ રજૂ થયો હતો. તેવી જ રીતે ઉત્તર ઝોનમાં તળાવો અને વરસાદી કાંસની સફાઈ માટે વાર્ષિક રૂા. 40 લાખનો ખર્ચની ભલામણ કરતી દરખાસ્ત રજૂ કરાઇ હતી, જેમાં પણ 15 ટકા ઓછો ભાવ ભરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં વરસાદી ગટર બનાવવાનો કોન્ટ્રાક્ટ રૂા.3 કરોડ તેમજ પૂર્વ અને ઉત્તર ઝોનમાં વરસાદી ગટરના દુરસ્તીકરણ પાછળ સવા કરોડના ખર્ચની દરખાસ્ત રજૂ કરી હતી, જેમાં 4 ટકા ઓછા ભાવથી ટેન્ડર આવ્યું હતું. જોકે વરસાદી ગટરો અંગેની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. સ્થાયી સમિતિની બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી.

તળાવો મત્સ્ય ઉદ્યોગ માટે ભાડે અપાય છે અને પ્રિમોન્સૂન કામગીરીમાં પણ તળાવમાંથી વેલા જ કાઢવામાં આવે છે ત્યારે વર્ષે 70 લાખનો ખર્ચો કરવા પાછળનું શું કારણ તેવો સવાલ ઉઠાવાયો હતો અને તેનો વધુ અભ્યાસ કરવાની જરૂર છે તેવું તારણ નીકળ્યું હતું. જેને પગલે સ્થાયીની બેઠકમાં તળાવોની સફાઇ કરવાની દરખાસ્ત મુલતવી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...