વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો બે રોકટોક ખર્ચ કરતા હોય છે ત્યારે તેના પર નિયંત્રણ માટે પંચે ચોક્કસ રકમ નક્કી કરી છે. વડોદરા ખાતે ચૂંટણીના કાર્યાલયો પર જતા કાર્યકર્તાઓ માટે કરવામાં આવતી તમામ વ્યવસ્થાઓના ખર્ચ પર નિયંત્રણ આવ્યું છે. જેને પગલે હવે ઉમેદવારો માટે મહિના સુધી પ્રચાર કરવામાં પરસેવો પાડતા કાર્યકરોને તંદુરસ્ત રાખવામાં કરવામાં આવતા ખર્ચની રકમ નાદુરસ્તી ફેલાવે તેવી હોવાનું ફળીભૂત થયું છે. કાર્યાલયો પર કરવામાં આવતા ખર્ચ માટેનું હવે ઉમેદવારે રજીસ્ટર બનાવી પંચ સમક્ષ રજૂ કરવું પડશે.
ઉમેદવારોના પ્રચાર માટે આવતા કાર્યકરોને પ્રચાર માટે થતો ખર્ચ, કાર્યાલયમાં થતા ચા-પાણી, નાશ્તા, જમવાના ખર્ચ ઉમેદવારોએ રજિસ્ટરમાં નોંધવો પડશે. ઉમેદવાર હવે તેનો કુલ ચૂંટણી ખર્ચ 40 લાખ રૂપિયાથી વધુ નથી કરી શકવાનો ત્યારે પ્રચાર સામગ્રી, પેટ્રોલ અને ખાણીપીણી સહિત ફરાસખાનાનો ખર્ચ કેવીરીતે ઘટાડે તે સૌથી મોટી ચેલેન્જ છે. ઉમેદવારો પોતાના ખર્ચને કોઈપણ રીતે છુપાવી શકશે નહિ અને તેના માટે જે તે રાજકીય પક્ષો દ્વારા પણ ચોક્કસ સમિતિની રચના કરી દેવાઇ છે. ઉમેદવારોના ખર્ચ ઉપર પર ચૂંટણી પંચની ખર્ચ નિરીક્ષણ સમિતિ જોશે. ત્યારે ઉમેદવાર વધારાની રકમ કોઈપણ ખર્ચ મુદ્દે દર્શાવી શકશે નહિ.
ચૂંટણી પંચે નક્કી કરેલા ભાવ | |
ચા-કોફી | રૂ.15 |
દૂધનો ગ્લાસ | રૂ.10 |
બ્રેડ-બટર | રૂ.25 |
બિસ્કીટ | રૂ.20 |
બટાકા પૌવા | રૂ.20 |
ઉપમા | રૂ.20 |
લીંબુ સરબત | રૂ.10 |
સમોસા(2નંગ) | રૂ.40 |
કટલેસ (2નંગ) | રૂ.30 |
ભજિયા (100 ગ્રામ) | રૂ.30 |
ગુજરાતી થાળી | રૂ.90 |
દૂધ-દહી | રૂ.15 |
ઊંધિયું | રૂ.90 |
ભાજી-પાવ | રૂ.70 |
પૂરી-સબ્જી | રૂ.40 |
સબ્જી-પરાઠા | રૂ.70 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.