ભાજપમાં ડખા:માર્કેટનાં દબાણો મુદ્દે કાઉન્સિલર અને શહેર મંત્રી વચ્ચે બોલાચાલી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓની બેઠકમાં મહિલા મંત્રીને જોઈ કાેર્પોરેટર ભડક્યાં
  • હપ્તા માટે પરેશાન કરાતા હોવાનો આક્ષેપ કરી મંત્રી રવાના

ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફ્રુટ ના વેપારીઓ દ્વારા કરવામાં આવતા દબાણ અંગે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ માથાકૂટ વચ્ચે શનિવારે યોજાયેલી બેઠકમાં મહિલા કાઉન્સિલર અને ભાજપ શહેર મંત્રી ઉગ્ર બોલાચાલી ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં મહિલા કાઉન્સિલરે તમે અહીંયા કેમ આવ્યા તેમ કહેતા જ સંગઠન મંત્રી ઉશ્કેરાઇ મહિલા કાઉન્સિલર હપ્તા માટે વેપારીઓને પરેશાન કરતા હોવાના ગંભીર આક્ષેપ કરી ત્યાંથી રવાના થયા હતા.

શહેરમાં વોર્ડ 13માં આવતા ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રુટ બજારમાં રોડ પર કરવામાં આવતા દબાણો સામે પાલિકા એક્શનમાં આવી છે. જેમાં સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકા સહિતના કાન્સિલર અને વોર્ડના હોદ્દેદારોએ સિદ્ધનાથ રોડથી ખંડેરાવ માર્કેટ રોડ સુધી થતા ફ્રુટના વેપારીઓના દબાણોને દૂર કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ કાર્યવાહી બાદ શનિવારે સવારે પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલના ગોડાઉનમાં ફ્રુટના વેપારીઓ અને સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ 13ના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

તે સમયે એકાએક ભાજપ શહેર મંત્રી કોમલ કુકરેજા ત્યાં પહોંચ્યા હતા. તેઓને જોઈ મહિલા કાઉન્સિલર જાગૃતિ કાકા આ કેમ અહીંયા આવ્યા છે તેમ કહેતા જ કોમલ કુકરેજા અને જાગૃતિ કાકા વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ કોમલ કુકરેજા કેટલાક વેપારીઓને લઈને ત્યાંથી રવાના થયા હતા.તેઓએ જતા જતા જાગૃતિ કાકાને કહ્યું હતું કે તમારી તાનાશાહી નહિ ચાલે, ઉપર રજુઆત કરીશું.આ અંગે કોમલ કુકરેજાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હું ત્યાં સંગઠનના હોદ્દેદાર તરીકે નહિ પરંતુ અમારા સિંધીભાઈઓને થતાં અન્યાય માટે ગઈ હતી.

મહિલા કાઉન્સિલર છેલ્લા ઘણા દિવસથી ફ્રુટના વેપારીઓને ત્યાં જઈને દબાણો દૂર કરાવે છે. તેઓ હપ્તા લેવા માટે આ કૃત્ય કરી રહ્યા છે. તેઓ કહે છે કે વેપારીઓ બહારથી આવી ધંધો કરે છે. આ અંગે તેઓએ સંગઠનમાં રજુઆત કરશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ મહિલા કાઉન્સિલર જાગૃતિ કાકાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં સવારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અમે દબાણ હટાવવા માટે છેલ્લા ત્રણ દિવસથી કામગીરી કરીએ છીએ.

​​​​​​​અમારા વોર્ડની બેઠકમાં કોમલ કુકરેજા આવ્યા હતા. તેઓ કેમ આવ્યા છે તેમ મેં માત્ર અમારા હોદ્દેદારને કહ્યું હતું. તેઓએ બૂમ બરાડા પાડતા અમે રોક્યા હતા. જેથી તેઓ કેટલાક વેપારીઓને લઈ રવાના થયા હતા.જોકે અમે હપ્તા લેવા માટે આ કામગીરી નથી કરતા તેમ કહી આક્ષેપોને ફગાવ્યા હતા. સંગઠન અને વોર્ડના મહિલા કાઉન્સિલર વચ્ચે થયેલી બોલાચાલી ચર્ચાના એરણે ચઢી હતી.

અન્ય સમાચારો પણ છે...