શરીરને ધ્રુજાવતા માસપેશીઓને જકડાવતા અને અન્ય રીતે વ્યક્તિને અસ્વસ્થ કરી મૂકતા પાર્કિસન્સ અને ડિસ્ટોનિયા જેવા રોગો જ્યારે વકરે અને દવાઓ પણ અસર ના કરે ત્યારે તેના દર્દીઓની સારવાર માટે ડીપ બ્રેઇન સ્ટિમ્યૂલેશન સર્જરી કરાય છે. આ સર્જરી માટે વડોદરાથી દર્દીઓને અત્યાર સુધી મુંબઇ, દિલ્હી અને ચેન્નાઇ જવું પડતું હતું અને વધુ ખર્ચ કરવો પડતો હતો. પણ વડોદરાની એક હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી છે.
ગુજરાતમાં માંડ 12થી 15 સર્જરીઓ જ કરવામાં આવી છે. વિન્સ હોસ્પિટલના ડો. સુવોરિત ભૌમિકે જણાવ્યું કે, ‘ પાર્કિન્સન્સ જેવા રોગ સામાન્યત: 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. પણ હવે 40 વર્ષના પણ દર્દી જોવા મળે છે. જ્યારે બાળકોમાં ડિસ્ટોનિયા થતો હોય છે. આવા દર્દીઓને દવાઓ આપવામાં આવે છે. પણ જો તે અસરકારક ન રહે ત્યારે સર્જરી કરાવવી સલાહભર્યું છે. સર્જરી માટે 6 કલાક જેટલો સમય લાગે છે અને ખર્ચ અંદાજે રૂ. 12થી 16 લાખની આસપાસ થતો હોય છે.
આ સર્જરીમાં શું કરવામાં આવે છે
1દાખલ દર્દીનાસર્જરી કરતા અગાઉ એમઆરઆઇ, સિટી સ્કેન જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે.
2આ સર્જરીમાં મગજના આંતરિક ભાગમાં પ્લેટિનમ- ઇરિડિયમ ઘાતુના અત્યંત્ય પાતળા 2 રોડ( સળી) મૂકાય છે.
3આ અત્યંત્ય પાતળી સળીઓને કરંટ પૂરો પાડવા છાતીના ભાગે પેસ મેકર મૂકાય છે જેનું જોડાણ આ રોડ સાથે કરાય છે.
પેસમેકર-પાતળા રોડ કેવી રીતે કામ કરે છે?
1. મગજમાં સંદેશાની આપ-લે માટે અબજો ન્યૂરોન્સ હોય છે જે સિગ્નલો મોકલે છે.
2. આ પેસમેકર ટાઇટેનિયમ બોક્સમાં મૂકાય છે, જે કાર્ય પણ તજજ્ઞો કરે છે.
3. આ પ્રોગ્રામિંગ પૂરું કર્યા બાદ ન્યૂરોન્સ યોગ્ય રીતે સિગ્નલોની આપલે કરે છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.