અંગદાન:વડોદરામાં બ્રેન ડેડ મહિલાના બે કિડની, લીવર, ફેફસાં અને હૃદય પરિવારે ડોનેટ કર્યાં, 5 લોકોને નવજીવન મળ્યું

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
37 વર્ષીય મહિલા ધૃણાલી પટેલના પાંચ અંગોના દાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું - Divya Bhaskar
37 વર્ષીય મહિલા ધૃણાલી પટેલના પાંચ અંગોના દાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું
  • ચાર્ટર્ડ ફ્લાઇટમાં અંગો ફરીદાબાદ અને ચેન્નાઇ પહોંચાડ્યા

વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે આજે પ્લેટલેટ ઓછા થઈ જતાં મગજમાં લોહી નીકળવાના કારણે મૃત્યુ પામેલા 37 વર્ષીય મહિલા ધૃણાલી પટેલના પાંચ અંગોના દાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

મહિલાને ઊલટીઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ
વડોદરાના વાસણા ખાતે રહેતા ધૃણાલી રાકેશ પટેલને ગત. તા.4 જાન્યુઆરીના રોજ અચાનક ઊલટીઓ થતાં પરિવારજનો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી હતી. પણ બ્લડ પ્લેટલેટમાં સતત થઈ રહેલા ઘટાડા કારણે તેમની હાલત કથળી રહી હતી. જો કે, અગાઉ પણ રૂમેટોઈડ આર્થરાઇટસ અને આઇ. ટી.પી. નામની બીમારીને કારણે તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.

લિવર અમદાવાદ અને કિડની વડોદરા ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે રાખવામાં આવી હતી
લિવર અમદાવાદ અને કિડની વડોદરા ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે રાખવામાં આવી હતી

મહિલાને બ્રેન ડેડ જાહેર કરાયા
ધ્રુનાલીની તબિયત કથળતાં તેમનો એમ.આર.આઇ કરવામાં આવ્યો હતો જેમાં બ્રેન સ્ટેમમાં બ્લિડિંગ, જેને એક્યુટ પ્રોગ્રેસીવ બ્રેન સ્ટેમ ઇન્ફ્રેક્ટ નામક બીમારીનું નિદાન થયું હતું, જેની સારવાર નહીં બરાબર છે. જેથી તેઓ બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ સમાચાર બાદ ધ્રુનાલીબેનના પતિ અને સગાવાલાને હોસ્પિટલ સતાધીશોને અંગદાનની શક્યતાઓ વિશે પૂછતાં હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ચાર્ટર્ડ ફ્લાઇટમાં અંગો ફરીદાબાદ અને ચેન્નાઇ પહોંચાડ્યા
ચાર્ટર્ડ ફ્લાઇટમાં અંગો ફરીદાબાદ અને ચેન્નાઇ પહોંચાડ્યા

બે કિડની, લીવર, ફેફસાં, હૃદયનું દાન થઈ શકે તેવા રિપોર્ટ આવ્યા
ત્યારબાદ તબીબોએ કયા અંગોનું દાન થઈ શકે તે અંગે પરીક્ષણ શરૂ કર્યું હતું. જેમાં બે કિડની, લીવર, ફેફસાં અને હૃદયનું દાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યા હતા. આ રિપોર્ટના આધારે સરકાર નિયુક્ત અધિકારીઓએ ભારત સરકારના અધિકારીઓને જાણ કરી હતી. જેના આધારે તેમનું હૃદય ફરીદાબાદ ખાતે મોકલવામાં આવ્યું હતું. ફેફસાં ચેન્નાઇ, લિવર અમદાવાદ અને કિડની વડોદરા ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે રાખવામાં આવી હતી.

અંગો ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પહોંચાડ્યા
આજે ગુરુવારે બપોરે ધૃણાલીબેનના લીવર, કિડની, હ્રદય અને ફેફસાંને શસ્ત્ર ક્રિયા થકી કાઢી પોલીસ પેટ્રોલિંગ હેઠળ એરપોર્ટ પહોંચા‍ડ્યા હતા અને ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અંગો ફરીદાબાદ અને ચેન્નાઇ પહોંચાડવા માટે આવ્યા હતા.

બે કિડની, લીવર, ફેફસાં, હૃદયનું દાન થઈ શકે તેવા રિપોર્ટ આવ્યા હતા
બે કિડની, લીવર, ફેફસાં, હૃદયનું દાન થઈ શકે તેવા રિપોર્ટ આવ્યા હતા

બ્રેઇન ડેડ યુવાનના અંગોનું દાન કરાયું હતું
7 દિવસ પહેલા જ વડોદરાના વાસણા ગામના બ્રેઇન ડેડ યુવાનના પરિવારજનોએ તેના અંગોનું દાન કરીને સમાજ સમક્ષ સ્તુત્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેના અંગો વડે પાંચ વ્યક્તિઓને જીવતદાન મળ્યું હતું. ઉપલેટાના વતની અને વડોદરાના વાસણામાં રહેતા સૂરજ વાછાણી (ઉવ.32) દહેજની દીપક ફિનોલેક્સમાં કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. સૂરજ મિત્રો સાથે બુધવારે સવારે કારમાં પરત ફરી રહ્યાં હતા ત્યાર સુંદરપુરા નજીક ડમ્પરની ટક્કર ઇનોવા કારને લાગતા ઇનોવા ધડાકાભેર ઇકો કારમાં ઘૂસી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...