તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:'તું મારી સાથે ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કર' તેમ કહીને પ્રેમીએ પરીણીત પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકી આપી, કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પ્રેમીએ પ્રેમિકાને કહ્યું હતું કે, જો તું આજે મારી સાથે રાત્રિ રોકાણ નહીં કરે તો તને જાનથી મારી નાખીશ

'તું આજે મારી સાથે ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કર' પરિણીત પ્રેમિકાએ રાત્રિ રોકાણ કરવાનો ઇનકાર કરતા પ્રેમીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રેમીએ બોલાવતા પ્રેમિકા કરજણ શાક માર્કેટ પાસેના બ્રિજ પાસે ગઇ હતી
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંજરોલ ગામમાં રહેતા દિનેશ સોમાભાઈ રોહિતને શિનોર તાલુકાના જ મોટા ફોફળીયા ગામની નવીનગરીમાં રહેતી પરિણીતા યમુના(નામ બદલ્યુ છે) સાથે પરિચય થયો હતો. પરિચય દરમિયાન દિનેશ પ્રેમિકા યમુનાને અવાર નવાર નાની-મોટી મદદ કરતો હતો. દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. પ્રેમ સંબંધો બંધાયા બાદ દિનેશ અને યમુના અવાર નવાર મળતા હતા. ૩૦ માર્ચના રોજ દિનેશ રોહિતે યમુનાને ફોન કરીને કરજણ ખાતે મળવા માટે બોલાવી હતી. દિનેશનો ફોન આવતા કરજણ પહોંચેલી યમુના અને દિનેશ કરજણ શાક માર્કેટ પાસે આવેલા બ્રિજ પાસે ભેગા થયા હતા.

રાત્રિ રોકાણ નહીં કરે તો દવા પીને મરી જવાની ધમકી પણ આપી હતી
તે સમયે દિનેશે યમુનાને જણાવ્યું હતું કે, 'તું આજે મારી સાથે ગેસ્ટહાઉસમાં ચાલ અને રાત્રિ રોકાણ કર' દિનેશની માગણી ઠુકરાવી યમુનાએ જણાવ્યું હતું કે, 'આજે મારી તબિયત સારી નથી એટલે હું રાત્રિ રોકાણ નહીં કરૂં. યમુનાએ ઇનકાર કરતા રોષે ભરાયેલા દિનેશે કહ્યું કે, 'તું રાત્રિ રોકાણ.નહીં કરે તો હું દવા પીને મરી જઈશ, તેવી ધમકી આપી હતી. દિનેશની ધમકી છતાં યમુના રાત્રિ રોકાણ માટે તૈયાર થઈ ન હતી. જેથી વધુ ગુસ્સે ભરાયેલ દિનેશે પરણિત પ્રેમિકા યમુનાના વાળ પકડીને માર માર્યો હતો. જેમાં યમુનાને હાથમાં ફ્રેકચર થયું હતું. યમુનાને ફ્રેક્ચર થયા બાદ પણ દિનેશ પોતાની જીદ ચાલુ રાખી હતી અને યમુનાને ધમકી આપીને જણાવ્યું કે, જો તું આજે મારી સાથે રાત્રિ રોકાણ નહીં કરે તો તને જાનથી મારી નાખીશ.

પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી
દરમિયાન ધમકીથી ગભરાયેલી યમુનાએ કરજણ પોલીસ મથકમાં દિનેશ રોહિત સામે ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે દિનેશ રોહિત સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો