પ્રેમ પ્રકરણમાં જીવલેણ હુમલો:વડોદરામાં આવેશમાં આવેલા પ્રેમીએ પ્રેમિકાને તિક્ષ્ણ હથિયારના 3 ઘા ઝીંકી દીધા, મહિલાને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલા સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડી હતી

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા રોઝરી ગાર્ડન પાસે આવેશમાં આવેલા પ્રેમીએ પ્રેમિકાની એક્ટિવા રોકીને તિક્ષ્ણ હથિયારના 3 ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ ઇજાગ્રસ્ત મહિલા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આવેશમાં આવીને તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઉપરાછાપરી ઝીંકી દીધા
વડોદરા શહેરના ન્યુ આશાપુરી વિસ્તારમાં આવેલા સરસ્વતીનગરમાં રહેતી 49 વર્ષીય મહિલા ઇલાબેન સિલ્વેસ્ટર પરમાર કોલ સેન્ટરમાંઆવેશમાં આવી દિલીપે ખંજર જેવા હથિયારના ત્રણ ઘા ઉપરાછાપરી ઝીંકી દેતા છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. દિલીપ ઈશ્વર પરમાર નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી અગાઉ અનેકવાર તકરાર થઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દરમિયાન ગઇકાલે મહિલા નોકરી પર જતી હતી તે સમય રોઝરી ગાર્ડન પાસે મહિલાની એક્ટિવા રોકી હતી અને આવેશમાં આવી દિલીપે ખંજર જેવા તિક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઉપરાછાપરી ઝીંકી દેતા મહિલા સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડી હતી.

યુવતી હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઇજાગ્રસ્ત યુવતી હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસ મથકના તપાસ અધિકારી શ્રીરામભાઇએ ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...