હડતાળનો અંત:આખરે ક્વોરી ઉદ્યોગ સામે સરકારે નમતું જોખ્યું, રાજ્યવ્યાપી ક્વોરી ઉદ્યોગની હડતાળનો 17માં દિવસે સુખદ અંત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુખદ સમાધાન થતાં સૌએ હાશકારો અનુભવ્યો. - Divya Bhaskar
સુખદ સમાધાન થતાં સૌએ હાશકારો અનુભવ્યો.
  • આવતીકાલે 18માં દિવસે ગુજરાત રાજ્યનો ક્વોરી ઉદ્યોગ પુનઃ ધમધમશે
  • 17 યક્ષ પ્રશ્નો બાબતે સરકારે હકારાત્મક અભિગમ દાખવતા હડતાળ સમેટાઈ

1 મેથી રાજ્યની ત્રણ હજાર અને મધ્ય ગુજરાતની 180 ક્વોરીઓ પોતાના 17 યક્ષ પ્રશ્નોને લઇ હડતાળ ઉપર હતા. અગાઉ બે વખત ગાંધીનગર ખાતે કોર કમિટી અને રાજ્ય સરકારના અધિકારીઓની બેઠકો નિષ્ફળ નીવડ્યા બાદ આજે તા 17 મેના રોજ ગાંધીનગર ખાતે અધિકારીઓ અને ગુજરાત બ્લેક સ્ટોન એસો.ની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ મુદ્દાઓ ઉપર હકારાત્મક વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. મુદ્દાઓને લઈને સરકારે સહમતિ આપતા બ્લેક ટ્રેપ ક્વોરી એસો. દ્વારા આજથી હડતાળ પૂરી કરવા અધિકારીઓને બાંહેધરી આપી હતી અંતે સુખદ સમાધાન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

કોર કમિટી દ્વારા બેઠક યોજાઇ હતી
ગાંધીનગર ખાતે ખનીજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીએ ખાણ ખનીજ કમિશનર રૂપવંત સિહ અને એડિશનલ ડાયરેક્ટર ડી કે પટેલ, જનકાર, એચ પી પટેલ, ફલાઇગ સ્કોડ અધિકારી વાળા સહિત ગુજરાત બ્લેક સ્ટોન એસો પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ કનેરીયા, રૈયાભાઈ રાજપુત, મહામંત્રી અમિત સુથાર, રમણભાઈ પટેલ સહિતની કોર કમિટી દ્વારા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ગુજરાત બ્લેક સ્ટોન એસો પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ કનેરીયા, રૈયાભાઈ રાજપુત, મહામંત્રી અમિત સુથાર, રમણભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા.
બેઠકમાં ગુજરાત બ્લેક સ્ટોન એસો પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય, ઉપપ્રમુખ કનેરીયા, રૈયાભાઈ રાજપુત, મહામંત્રી અમિત સુથાર, રમણભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા.

સતત બે કલાક સુધી ચર્ચા ચાલી
ક્વોરી એસો.ના 17 પ્રશ્નો બાબતે બેઠક દરમિયાન સતત બે કલાક સુધી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે રાજ્ય સરકારના અધિકારી ગણે તમામ પ્રશ્નો બાબતે હકારાત્મક અભિગમ અપનાવીને ક્વોરી એસોસિએશનને લેખિતમાં આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે, અધિકારીગણ અને ક્વોરી એસો.ના પ્રતિનિધિઓની સંયુક્ત કમિટી બનાવી ત્રણ માસમાં પોલીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં સુધી પોલીસી નક્કી ન થાય ત્યાં સુધી બ્લેક ટ્રેપ ખનીજની લીઝો અને સ્ટોક માપણી માટે દંડ કરવામાં આવશે નહીં.

જૂની નવી લીઝોમાં રોયલ્ટી પ્રીમિયમ નક્કી કરાશે
ખાનગી જમીનોમાં લીઝોની ફાળવણી અંગે ખાણ ખનીજ કમિશનર સરકારને સાત દિવસમાં દરખાસ્ત કરશે. જૂની નવી લીઝોમાં રોયલ્ટી પ્રીમિયમ એકસૂત્રતા જળવાય તે બાબતે પ્રીમિયમ નક્કી કરાશે તેવી જ રીતે આરટીઓ સાથેનું લીકેજ દૂર કરવા સરકાર મારફતે સાત દિવસમાં દરખાસ્ત કરાશે ઇસી અને માઇનિંગ પ્લાન રદ કરવા અંગે કાર્યક્ષેત્ર લાગુ પડતું ન હોવાથી તે અંગે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. જ્યારે ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબતે અગાઉ સંવાદ સમિતિ દ્વારા યોજાયેલ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ દરખાસ્ત કરાશે તે સિવાય અન્ય મુદ્દાઓ ઉપર હકારાત્મક વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી.

ગુજરાત બ્લેક સ્ટોન એસોસિએશન પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય.
ગુજરાત બ્લેક સ્ટોન એસોસિએશન પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાય.

ક્વોરી ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં ખુશી
ઉપરોક્ત મુદ્દાઓ મુજબ સરકારે સહમતિ આપતા બ્લેક ટ્રેપ ક્વોરી એસો. દ્વારા આજથી હડતાળ પૂરી કરવા અધિકારીઓને બાંહેધરી આપી હતી અંતે સુખદ સમાધાન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે હડતાળનો અંત આવ્યો છે તેવી વાયુવેગે જાણકારી ક્વોરી ઉદ્યોગમાં કામ કરતા કામદારો ઉપરાંત ડમ્પરના ચાલકો અને તેઓના પરિવારોને મળતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.

કમિશનર સહિત ખાણ ખનીજના અધિકારીઓ સાથે બેઠક
ગુજરાત બ્લેક સ્ટોન એસોસિએશન પ્રમુખ હિતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 17 દિવસથી ચાલતી હડતાળ આજે પૂર્ણ વિરામ કરીએ છીએ અને કમિશનરે ખૂબ જ સારો અભિગમ દર્શાવી અમારા મુદ્દાઓના પ્રશ્નોનું નિરાકરણ કરી સંમતિ આપી છે. જીતુ ચૌધરી, નરેશભાઈ, કૈલાસનાથન, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે રહી આ તમામ મુદ્દાઓનું સમાધાન કરી શક્યા છીએ, તો ક્વોરી ઉદ્યોગની હડતાળ આજે પૂર્ણ કરીએ છીએ. સૌ અધિકારીઓ, ક્વોરી માલિકો, તમામ હોદ્દેદારો સૌએ સાથ સહકાર આપ્યો તેમનો હું આભાર વ્યક્ત કરું છું. 17 દિવસથી ગ્રાહકોને જે મુસકેલી થઇ તે માટે પણ હું માફી માંગુ છું.

કપચી ન મળતાં બાંધકામ ઉદ્યોગને પણ ભારે ફટકો
હડતાળને પગલે મહારાષ્ટ્રથી આવતી કપચીના ભાવ બમણાં થયા છે. જેથી શહેરમાં રિયલ એસ્ટેટની સાથે બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ મોટાભાગના નવા બાંધકામો અધવચ્ચે જ અટકાવ્યા છે.

ફાઉન્ડેશન માટે ખાડા પણ ખોડાતા કપચીની માંગ વધી
ક્રેડાઇના હોદ્દેદારે કહ્યું કે, ચોમાસા પહેલાં ફાઉન્ડેશન લેવા શરૂ થતાં પ્રોજેક્ટ સ્થળો પર વિશાળ ખાડા કરાયા હોવાથી કપચીની માંગ ઊભી થઇ છે. બલ્કની સપ્લાય રાબેતા મુજબ થાય ત્યાં સુધી અસર વર્તાશે.

મિલિંગમાં નીકળેલા વેસ્ટથી રિપેરિંગ ચાલુ રાખ્યું છે
કોન્ટ્રાક્ટરોએ ભાવ વધારો માંગ્યો છે.પાલિકાએ રોડ નિર્માણના લીધે ઊંચા આવેલા થર મિલિંગ કરવાની પ્રક્રિયામાં નીકળતા વેસ્ટનાે સ્ટોક કરી રાખ્યાે હતો જે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. > એ. એમ. દુબે, સિટી ઇજનેર, પાલિકા

​​​​​​​કોન્ટ્રાકટરોને આર્થિક રાહત આપવા સ્ટેન્ડીંગમાં દરખાસ્ત, ઠરાવ અંગે ગુરૂવારે બેઠકમાં નિર્ણય લેવાશે
સ્ટીલ, સિમેન્ટ, ડામરના ભાવમાં થયેલા ઉછાળાના કારણે કોન્ટ્રાક્ટરોની આર્થિક હાલત કફોડી બની છે. શહેરમાં કેટલાક ઇજારદારોએ તો કામો કરવાના બંધ કરી દેતા ઘણા કામો વિલંબમાં મુકાયા છે. જેના કારણે કોન્ટ્રાક્ટરોને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ઠરાવ મુજબ આર્થિક રાહત આપવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સિમેન્ટ, સ્ટીલ અને ડામરના ભાવમાં થયેલા વધારાથી આર્થિક નુકસાન થઇ રહ્યું છે. સાઉથ ગુજરાત કોન્ટ્રાક્ટર એસો. દ્વારા આર્થિક રાહત આપવા રજૂઆત કરવામાં આવી હતી. આગામી ગુરુવારે સ્ટેન્ડીંગમાં નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...