વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી દ્વારા તેના વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર વિકાસની તકો પૂરી પાડવા માટે પીયુ ટોકનું આયોજન કરવામાં આવે છે. જ્યાં કલા, રાજકારણ, વ્યવસાય અને વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહેમાનોને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા માટે બોલાવવામાં આવે છે. જેના ભાગરૂપે રાજપાલ યાદવ, રૂબિના દિલાઈક અને પલાશ મુછલ પારુલ યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં રાજપાલ યાદવે કહ્યું, ‘બધા વિદ્યાર્થીઓ ચોક્કસ ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે. ટોપર્સ અને સરેરાશ વિદ્યાર્થીઓ બંનેમાં પ્રતિભા હોય છે.’
વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં કઈ સલાહને અનુસરવી જોઈએ તે અંગે પૂછવામાં આવતા, પલાશે કહ્યું હતું કે “મોટા સપના જુઓ, તમારા જુસ્સાને અનુસરો પરંતુ પહેલા તમારી જાતને શિક્ષિત કરો, તે હંમેશા તમારા જીવનમાં બેકઅપ પ્લાન તરીકે કામ કરશે. રૂબીના દિલાઈકે કહ્યું હતું કે “અમને ખૂબ આનંદ છે કે અમે પારુલ યુનિવર્સિટીમાંથી ટ્રેલરને વિશ્વમાં લૉન્ચ કરવાનું પસંદ કર્યું છે.
કલાકારોના આવનાર મૂવી “અર્ધ”નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. પલાશ મુછલ તેના દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યા છે. પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રૂબીના અને રાજપાલ યાદવ માટે અલગ અલગ એક્ટ તૈયાર કરી તેમની સામે રજૂઆત કરી હતી. એક વિદ્યાર્થીએ ત્રણેય મહેમાનો માટે હાથથી પોટ્રેટ પણ તૈયાર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.