અકસ્માત:વડોદરામાં બાઇકની ટક્કરથી વૃદ્ધા અને ચાલક બંનેનાં મોત

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • દૂધ લેવા નીકળેલી મહિલાને ફંગોળ્યાં
  • પૌત્રનું મોઢું જુએ તે પહેલાં દાદીને કાળ ભરખી ગયો

શહેરા ઓલ્ડ પાદરા રોડ પીતાંબર સોસાયટી પાસે શુક્રવારે સવારે પોણા છ વાગે દૂધ લેવા ગયેલા 68 વર્ષીય મહિલાને પૂર ઝડપે આવેલા બાઈક સવારે ટક્કર મારતા વૃદ્ધા અને બાઇક સવાર બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

શુક્રવારે સવારે વૃદ્ધા મંજુલાબેન દૂધ લેવા માટે સોસાયટીની બહાર વહેલી સવારે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઇક પર પૂર ઝડપે આવેલા યુવાને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત ગ્રસ્ત યુવાન એટલી સ્પીડમાં હતો કે વૃદ્ધાને ટક્કર મારી તે ઝાડ સાથે અથડાયો હતો. મંજુલાબેન અને યુવાન રાઘવ શેરસિંગ બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. મૃતક મંજુલાબેનના પુત્ર મેહુલ કુમારે તેમણે જણાવ્યું હતું કે, તેમની પત્ની 9 મહિનાથી સગર્ભા છે.ટૂંક સમયમાં તેમના ઘરે સંતાન આવનાર હતું. માતા મારા સંતાનનું મોઢું જોયા વગર જતા રહ્યા.

અન્ય સમાચારો પણ છે...