તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Both The Accused Took Photos Or Videos During The Rape With The Girl? Whether There Was A Plan Of Mischief In Advance? Start His Investigation

વડોદરા કબડ્ડી પ્લેયર આપઘાત:યુવતી સાથે દુષ્કર્મ વખતે બંને આરોપીએ ફોટો કે વીડિયો ઉતાર્યો? અગાઉથી જ દુષ્કર્મનો પ્લાન હતો કે કેમ? તેની તપાસ શરૂ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુષ્કર્મ થયા બાદ યુવતીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી, પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા
  • બંને આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાતના બનાવમાં પોલીસે યુવતીએ આત્મહત્યા કરતા પૂર્વે લખેલી ચિઠ્ઠીને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે. વડોદરા કોર્ટે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. ત્યારે આ કેસમાં અગાઉથી જ દુષ્કર્મનો પ્લાન હતો કે કેમ? તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

પોલીસ આ મુદ્દાઓ પર તપાસ કરશે

  • બંને આરોપી દુષ્કર્મ કર્યા પહેલાં દારૂની બોટલ, નાસ્તો બહારથી લાવ્યા હતા. આ બોટલ અને નાસ્તો ક્યાંથી તથા કોની પાસેથી લાવ્યા હતા, કોઇ વ્યક્તિ આપી ગયો હતો કે કેમ તેની તપાસ કરાશે.
  • આરોપીઓ અને યુવતી એક સાથે એક જ સ્થળે નોકરી કરતાં હતાં, જેથી નોકરીના ગાળામાં તેઓ એક સાથે બહાર ફરવા ગયાં હતાં કે, કેમ તેની તપાસ કરાશે અને પુરાવા ભેગા કરાશે.
  • આરોપી દિશાંતે યુવતીના ઘેર જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તે પાછળનું તેનું મુખ્ય કારણ શું હતું તથા તેનો ગુનો કરવાનો પહેલાંથી જ બદઇરાદો હતો કે, કેમ તેની તપાસ કરાશે.
  • બંને આરોપીની કોલ ડિઇટેલ મેળવાશે.
  • બંને આરોપી ઝોમેટો ચેટ પ્રોસેસ જેવી કંપનીમાં નોકરી કરતા હતા, જેથી બંને ટેક્નિકલ જ્ઞાન ધરાવે છે, ગુનો આચર્યા બાદ તેમણે અગત્યના પુરાવાનો નાશ કર્યો છે કે, કેમ તેની તપાસ કરાશે.
  • દુષ્કર્મ વખતે બંને આરોપીએ ફોટો કે, વીડિયો ઉતાર્યો હતો કે કેમ તેની તપાસ થશે.
  • બંને આરોપી એક સાથે ઘણા સમયથી નોકરી કરે છે અને બંને ખાસ મિત્રો છે, જેથી તેમની સાથે અન્ય કોઇની સંડોવણી છે કે, કેમ તેની તપાસ કરાશે.
  • આ ગુનો આચર્યા પહેલાં આરોપીઓએ આવો અન્ય કોઇ ગુનો આચર્યો છે કે, કેમ તથા આ જ યુવતી સાથે આવું કોઇ કૃત્ય કર્યું છે કે, કેમ તેની તપાસ કરાશે. આરોપી દિશાંત કહાર

યુવતીને બળજબરીથી દારૂ પીવડાવી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું
લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી તેના પરિવારથી અલગ રહેતી અને છાણીની કંપનીમાં નોકરી કરતી હતી. બે દિવસ પહેલાં યુવતી સાથે કામ કરતા દિશાંત દિપક કહાર તથા નાઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝા યુવતીના ઘરે ભેગા થયા હતા અને યુવતીને બળજબરીથી દારૂ પીવડાવી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ યુવતીને લાગી આવતાં તેણે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ગોરવા પોલીસે આ ઘટના બાદ બંને આરોપી દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાને ઝડપી લીધા હતા. યુવતીએ આત્મહત્યા કરતા પૂર્વે તેના મિત્ર સાથે કરેલી વાતની 8 મિનિટની ઓડિયો ક્લિપ તથા ચિઠ્ઠી પોલીસે કબજે કરી હતી. આરોપી દિશાંતે આઇટીમાં ડિપ્લોમાં કરેલુ છે. નઝીમે આંબેડકર યુનિવર્સિટીમાં બીબીએ કરેલુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આરોપી નાઝીમ મિર્ઝા
આરોપી નાઝીમ મિર્ઝા

કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા
પોલીસે જણાવ્યું હતું કે, અંતિમ ચિઠ્ઠીને વધુ તપાસ માટે ફોરેન્સિક તપાસ માટે મોકલાઇ છે. સાથે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટની પણ મદદ લેવાઇ રહી છે. પોલીસે રવિવારે બંને આરોપીઓને વિવિધ મુદ્દાની તપાસ માટે અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. અદાલતે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.