તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રિમાન્ડ પૂરા થતાં GSTના બંને અધિકારી જેલ હવાલે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂા.2.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા

રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટીના અધિક્ષક નીતીનકુમાર રામસિંગ ગૌતમ અને ઈન્સપેક્ટર શિવરાજ મીણાના રિમાન્ડ પુરા થતા બંનેને જેલ ભેગા કરાયા છે. તા. 15 જુનના રોજ મિનરલ વોટર,નમકીન અને સોફ્ટ ડ્રિંક્સનું પ્રોડક્શન કરતી જયકુબેર ફ્લો એન્ડ ફુડ પ્રોડક્ટસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં GST અધિક્ષક નિતીનકુમાર ગૌતમે સર્ચ કરી પંચનામું કર્યું હતું. જેમાં વેપારીને સમન્સ આપીને 22મીના રોજ હાજર રહેવા જણાવ્યું હતું. જે તે સમયે અધિકારી નીતીનકુમારે વેપારીને જો રૂપીયા આપશો તો વાત થશે તેમ કહીને કંપનીને સીલ ન મારવાની પણ ઓફર કરી હતી.

જેના બદલામાં અધિકારીએ રૂા.10 લાખની માંગણી કરતા વેપારીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન અધિક્ષકે વેપારીને લાંચની રકમના રૂા.2.50 લાખ ઈન્સ્પેક્ટર શિવરાજ સત્યનારાયણ મીણાને આપી દેવા જણાવ્યું હતું. મંગળવારના રોજ એસીબીએ સીજીએસટીની કચેરી ખાતે છટકુ ગોઠવીને નીતીનકુમાર અને શિવરાજ મીણાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતાં. એસીબી દ્વારા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન કરાયું હતું. એસીબીએ આરોપીના બેંક લોકર,એકાઉન્ટની પણ તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...