તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ્સ માફિયા કેસ:લોકઅપમાં કંટાળેલો રિચાર્ડ પૂછે છે, કસ્ટડીમાં હજુ કેટલું રહેવાનું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી રિચાર્ડની તસવીર - Divya Bhaskar
આરોપી રિચાર્ડની તસવીર
  • કુખ્યાત ડ્રગ માફિયાના રિમાન્ડ આજે પૂરા થશે
  • રિચાર્ડની રોજ 5થી 6 કલાક પૂછપરછ કરાય છે

હોંગકોંગથી પ્રત્યાર્પણ કરીને લવાયેલા કુખ્યાત ડ્રગ માફિયા રિચાર્ડના સોમવારે રિમાન્ડ પૂરા થતાં અદાલતમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ વડોદરાથી ભાગવાના કેસમાં પોલીસ તેની રોજ પાંચથી છ કલાક પૂછપરછ કરી રહી છે. રિચાર્ડ રોજ પોલીસ કર્મીઓને હજુ કેટલા દિવસ કસ્ટડીમાં રહેવાનું છે તેમ પૂછ્યા કરે છે.

12 કરોડના ડ્રગ સાથે એનસીબીના હાથે ઝડપાયેલા કુખ્યાત ડ્રગ માફિયા રિચાર્ડની હાલ વડોદરા શહેર એસઓજી પોલીસ રોજ 5 કલાક પૂછપરછ કરી રહી છે. રિચાર્ડને ભગાડવામાં સુરતના અલ્તાફ પટેલ અને તેના સાગરીતો વસીમ અને અરફાનનાં નામો ખૂલ્યાં હતાં. પોલીસે શનિવારે શહેરની એસએસજી હોસ્પિટલમાંથી ભગાડવા માટે મદદગારી કરનારા 3 શખ્સોના ફોટા બતાવીને તપાસ કરતાં રિચાર્ડે તમામને ઓળખી બતાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, આ શખ્સોએ તેને ભાગી જવામાં મદદ કરી હતી. રિચાર્ડે તે કેવી રીતે ભાગ્યો હતો તેની વિગતો વર્ણવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકઅપમાં રિચાર્ડ જાણે કે કંટાળ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હજુ તેને કેટલા દિવસ અહીં રહેવું પડશે તેમ પોલીસને વારંવાર પૂછતો રહે છે. પૂછપરછથી માહેર રિચાર્ડ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે છતાં પોલીસે તેની આગવી કુનેહથી તેની પૂછપરછ કરીને માહિતી ઓકાવી રહી છે.એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...