તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસને ધમકી:વડોદરામાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા પોલીસકર્મીઓને બુટલેગર મહિલાની ધમકી 'મારે ત્યાં રેડ પાડવા આવશો તો હું કોઇને પણ મારી નાખીશ'

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વારસીયા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વારસીયા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • વારસીયા પોલીસે બુટલેગર માતા-પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના હરણી રોડ પર આવેલી જે.પી. વાડી ઝૂંપડપટ્ટીમાં દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરનાર પોલીસને બુટેલગર માતા-પુત્રએ જાનની મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. મહિલા બુટલેગરે પોલીસને જણાવ્યું કે, મારે ત્યાં રેડ પાડવા આવશો તો હું કોઇને પણ મારી નાખીશ. તેવી પણ ધમકી આપી હતી. પોલીસે બુટલેગર માતા-પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બુટલેગર માતા-પુત્ર ફરાર થઇ ગયા હતા
વારસીયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ ઉદેસિંહ, લાલજીભાઇ લાભુભાઇ અને એલઆરડી વિજયભાઇ દીપુભાઇ પેટ્રોલિંગમાં હતા. તે સમયે હરણી રોડ સ્વાદ ક્વાટર્સ જવાહર ફળિયા પાસે દારૂનો ધંધો ચાલતો હોવાની શંકા જતાં પોલીસે સ્થળ પર પહોંચતા બુટલેગર માતા-પુત્ર ફરાર થઇ ગયા હતા. જોકે, પોલીસને સ્થળ પરથી જગદીશ ચિમનભાઇ માછી(રહે, 320, સ્વાદ ક્વાટર્સ, હરણી રોડ) મળી આવ્યો હતો. પોલીસને જગદીશને દેશી દારૂ અંગે પૂછતા તેણે જણાવ્યું કે, આ દારૂનો જથ્થો વડોદરા શહેરના હરણી રોડ ઉપર આવેલી જે.પી. વાડી ઝૂંપડપટ્ટી સ્વાદ ક્વાટર્સ ખાતે રહેતા રાકેશ બાબુભાઇ રાજપૂત અને તેની માતા ઇન્દુબહેન રાજપૂતનો છે.

પોલીસને 50 નંગ દેશી દારૂની પોટલીઓ મળી આવી
દરમિયાન પેટ્રોલિંગની પોલીસે અન્ય પોલીસ જવાનોની મદદ લઇને બુટલેગર માતા-પુત્ર રાકેશ રાજપૂત અને તેની માતા ઇન્દુબહેન દેશી દારૂ વેચતા મળી આવ્યા હતા. પોલીસે બુટલેગર માતા-પુત્રના ઘરમાં વધુ તપાસ કરી હતી. જેમાં પોલીસને 50 નંગ દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. આ દેશી દારૂ આરોગ્ય માટે હાનિકારક હોવાથી પોલીસે રૂપિયા 10 હજાર ઉપરાંતનો દેશી દારનો જત્થો કબજે કરી તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાધ ધરી હતી.

બુટલેગર માતા-પુત્રએ પોલીસની કામગીરીમાં દખલગીરી કરી
હરણી રોડ સ્વાદ ક્વાટર્સમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવમાં રાતનો સમય હોવાથી મહિલા બુટલેગર ઇન્દુબહેન રાજપૂતને સવારે પોલીસ મથકમાં હાજર થવા સમજાવી રહ્યા હતા, ત્યારે બુટલેગર માતા-પુત્રએ પોલીસને અપશબ્દો બોલીને પોલીસની કામગીરીમાં દખલગીરી કરી હતી. દરમિયાન પોલીસે બુટલેગર માતા-પુત્ર સામે પ્રોહિબિશન અને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...