તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બૂટલેગર સૂરજ ઉર્ફે ચૂઇના દારૂના જથ્થા સાથે 1 ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધુળેટીમાં દારૂની રેલમછેલ કરવા કિશનવાડીમાં સૂરજ ઉર્ફે ચુઇ-નીતિન રાજપૂતે દારૂ સંતાડ્યો હોવાની બાતમીથી દરોડો

શહેરના કિશનવાડી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ખંડેર જેવા મકાનમાં દારૂનો જથ્થો લાવી સંતાડીને વેચાણ કરાતું હોવાની બાતમીથી બાપોદ પોલીસે દારુની 144 બોટલો કબજે કરી એક જણને ઝડપી લીધો હતો.

હોળી ધુળેટીના તહેવારમાં દારૂની માંગને જોતાં બૂટલેગરો દારુ ઘુસાડવા માટે સક્રીય બન્યા છે. બૂટલેગર સુરજ ઉર્ફે ચુઇ કહારે કિશનવાડી હાઉસિંગ બોર્ડના ખંડેર જેવા મકાનમાં દારૂનો જથ્થો સંતાડ્યો છે તેવી બાતમીથી પોલીસે દરોડા પાડતાં પોલીસને દારુની 144 બોટલો કબજે કરી હતી. પોવીસે દારુ સાથે 45280 રુપીયાના મુદ્દામાલ સાથે સન્ની ઉર્ફે બાબલો અજીત રાજમલ (શક્તિ નગર, મુખી નગર પાસે, ખોડિયારનગર)ને ઝડપી લઇ પુછપરછ કરતાં આ દારૂ સુરજ ઉર્ફે ચુઇ કહાર અને નિતીન રાજપુતે છુપાવ્યો હોવાનું અને તે દારૂની વોચ રાખતો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી સુરજ ઉર્ફે ચુઇ અને નિતીન રાજપુતની સામે ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો