કાર્યવાહી:બૂટલેગર લાલુ સિંધી ગેરકાયદેસર રીતે દોઢ માસ જેલની બહાર રહ્યો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલમાંથી છૂટેલા લાલુને પાસામાં ધકેલવાની કાર્યવાહી થતાંં ભાંડો ફૂટ્યો
  • લાલુ સિંધીના જેલ કૌભાંડની તપાસ એસીપી(કન્ટ્રોલ)ને સોંપાઇ

હત્યા, પ્રોહિબીશન, આર્મ્સ એક્ટ સહિતના 62 ગુનામાં સંડોવાયેલા નામચીન બૂટલેગર લાલુ સિંધીનું જેલ કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. લાલુ સિંધી દોઢ મહિનાથી જેલમાં હોવો જોઇએ છતાં ગેરકાયદે જેલની બહાર હોવાના પ્રમાણ મળતાં મામલાની તપાસ એસીપી (કન્ટ્રોલ)ને સોંપાઈ છે. લાલુ સિંધી તાજેતરમાં માંજલપુર પોલીસના ગુનામાં જામીન મેળવી છૂટ્યો ત્યારે પીસીબીએ તેની પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં ધકેલી દીધો હતો. તે સમયે તમામ દસ્તાવેજોનો અભ્યાસ કરાતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસ કમિશનરને પણ જાણ કરાઇ હતી.

બૂટલેગર લાલુ સિંધી વાઘોડીયા પોલીસમાં નોંધાયેલા ગુનામાં તેમની કસ્ટડીમાં હતો. ત્યારબાદ માંજલપુર પોલીસમાં નોંધાયેલા ગુનામાં તેની અટકાયત કરાઇ હતી. તે પછી ફરી તેને વાઘોડીયા સબ જેલમાં ધકેલી દેવાયો હતો. જોકે જેલમાં ટ્રાન્સફર કરવાના બદલે તેની સાથે મળતીયા અધિકારીઓએ લાલુને બારોબાર જામીન પર મુક્ત કરી દીધો હતો. છેલ્લા દોઢ મહિનાથી લાલુ જેલની બહાર આવી ગયો હતો. 27 સપ્ટેમ્બરે લાલુ સિંધીએ અદાલતમાંથી જામીન મેળવી જામીન પર મુકત થયો હતો.

લાલુ સિંધી જેલમાંથી છૂટી જતાં પીસીબી પોલીસે તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલી હતી, જેથી પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇસ્યુ કરતાં તેને જૂનાગઢ જેલમાં ધકેલી દીધો હતો. દરમિયાન પાસાની કાર્યવાહી દરમિયાન પીસીબીની ટીમે લાલુ સિંધી પેરોલ પર છુટેલો હતો કે કેમ તેની તપાસ કરી હતી અને તમામ દસ્તાવેજોની ચકાસણી કરતાં લાલુ સિંધીનું જેલ કૌંભાડ બહાર આવ્યું હતું જેથી સમગ્ર મામલા અંગે શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘને જાણ કરાતા તેમણે આ મામલા અંગે એસીપી (કન્ટ્રોલ)ને તપાસ સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...