તપાસ:બૂટલેગર જાવેદના રૂ. 25 લાખના દારૂ કેસમાં ગોડાઉન માલિક ગિરીશ ફરાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મોનિટરિંગ સેલે ગૃહ રાજ્ય મંત્રીની મુલાકાત ટાણે જ દરોડો પાડ્યો હતો
  • સેવાસીના ફાર્મ હાઉસનો દારૂના ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હતો, જાવેદ-રિયાઝ વોન્ટેડ

શહેરમાં રવિવારે સ્ટેટ મોનિટરિંગ સેલે સયાજીગંજમાં કમાટીપુરામાં દરોડો પાડી 4 લાખના દારૂ સહિતના મુદ્દામાલ સાથે 3ને પકડ્યા બાદ સેવાસીના દારૂના ગોડાઉનનો ખુલાસો થતાં પોલીસે સેવાસીના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી પણ અંદાજે દારૂની 190 પેટીઓ મળીને 25.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બૂટલેગર બંધુ જાવેદ દૂધવાળા અને તેના ભાઇ રીયાઝની શોધખોળ આદરી હતી.

બીજી દારૂનો વિશાળ જથ્થો પકડાતા ફાર્મ હાઉસ અને ગોડાઉન નો માલિક ગિરીશ પટેલ ફરાર થઈ ગયો હતો પોલીસે તેને પકડવા ઠેર-ઠેર દરોડા પાડ્યા હતા પણ તે મળી આવ્યો ન હતો આ ઉપરાંત દારૂ સાથે પકડાયેલા ત્રણ જણાના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે.

રવિવાના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી કમાટીપુરામાં દરોડો પાડી અંદાજીત 847 બોટલ (કિંમત 4,10,570) રૂપિયા તથા બે એક્ટિવા કબજે કરી હતી, જ્યારે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે પોલીસે સુરેશ મહેન્દ્રભાઇ લોખંડે (રહે, ધનટેકરી, અકોટા), ફરહાનખાન યાસીનખાન પઠાણ (રહે, કમાટીપુરા) અને પ્રતાપઉદેસિંગ જાદવ (રહે, કમાટીપુરા) ને ઝડપી લીધા હતા. ત્રણેયની પૂછપરછમાં આ દારૂનો જથ્થો બૂટલેગર જાવેદ ઉર્ફે ગુલામ રસુલ શેખ ઉર્ફે જાવેદ દૂધવાલા અને જાવેદના નાના ભાઈ રિયાઝનો હોવાનું ખૂલ્યું હતું.

તપાસમાં સેવાસીમાં આવેલા ગિરીશ ડાહ્યાભાઇ પટેલ(રહે, માંજલપુર) ના ગોડાઉનમાં જાવેદે વધુ દારુનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળતાં સ્ટેટ મોનિટરીંગ સેલે સેવાસીના ગોડાઉનમાં દરોડો પાડયો હતો અને ત્યાંથી અંદાજે 190 દારુની પેટી (કિંમત 20,31,644 રૂપિયા) કબજે કરી હતી. પોલીસે બંને સ્થળેથી કુલ 25.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જો કે સ્થળ પરથી જાવેદ અને તેનો ભાઇ રીયાઝ ફરાર થઇ જતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી હતી.

દરમિયાન બનાવની તપાસ કરી રહેલી છાણી પોલીસે ગિરીશ પટેલને શોધવા દરોડા પાડ્યા હતા, પરંતુ તે મળી આવ્યો ના હતો અને પોલીસથી બચવા ફરાર થઈ ગયો હતો. ખેતીની જમીનમાં ફાર્મ હાઉસ બનાવી દારૂના ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજી તરફ દારૂ સાથે પકડાયેલા ત્રણ જણાના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા પોલીસે તમામની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...