વડોદરા ક્રાઇમ ન્યૂઝ:રાજસ્થંભ સોસાયટીમાંથી દારૂ સાથે બુટલેગર પકડાયો, ડાકોર એસટી ડેપોના કંડક્ટરની દારૂ સાથે ધરપકડ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બુટલેગર ખુશાલ જેઠાભાઈ પરમાર. - Divya Bhaskar
બુટલેગર ખુશાલ જેઠાભાઈ પરમાર.

વડોદરા શહેરના બગીખાના રાજસ્થંભ સોસાયટીના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેરની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

દારૂ સાથે બુટલેગર પકડાયો
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બાતનીના આધારે વડોદરા શહેરમાં બગીખાના પાછળ આવેલી રાજસ્થંભ સોસાયટીમાં આવેલા મકાન નં-બી-189માં રેડ કરી હતી. આ દરમિયાન પોલીસે બુટલેગર ખુશાલ જેઠાભાઈ પરમાર (હાલ રહે. બી-189, રાજસ્થંભ સોસાયટી, બગીખાના પાછળ, વડોદરા, મૂળ રહે. બકરાવાડી, વડોદરા)ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 14,200 રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ
બુટલેગર ખુશાલ પરમાર સામે હત્યાના 3 ગુના નોંધાયેલા છે, જે પૈકી એક કેસમાં તેને આજીવન કેદની સજા થઈ હતી. આ ઉપરાંત મારામારી, પ્રોહિબિશન અને છેડતી સહિતના 13 ગુના તેની સામે નોંધાયેલા છે. તે 7 વખત પાસા હેઠળ જુદી-જુદી જેલમાં પણ ગયેલો છે.

ડાકોર એસટી ડેપોમાં ફરજ બજાવતો કંડક્ટર સંદિપ રમેશભાઈ વાળંદ.
ડાકોર એસટી ડેપોમાં ફરજ બજાવતો કંડક્ટર સંદિપ રમેશભાઈ વાળંદ.

દારૂ સાથે કંડક્ટર ઝડપાયો
ડાકોર એસટી ડેપોમાં ફરજ બજાવતો કંડક્ટર સંદિપ રમેશભાઈ વાળંદ (રહે. વાળંદ ફળીયું, વગાસ ગામ, તા. વીરપુર, જિ.મહીસાગર), વિદેશી દારૂ અને મોબાઇલ સહિત 9600 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો. સયાજીગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

હાઇવે પરથી દારૂ પકડાયો
વડોદરા ક્રાઇમ બ્રાચને આજવા ચોકડી પરથી ગોલ્ડન ચોકડી તરફ જવાના રસ્તા પર જતી ઓટો રિક્ષાને રોકી હતી અને તપાસ કરતા તેમાંથી 1800 રૂપિયાનો દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે રિક્ષા અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી શૈલેષ ઉર્ફે અવિનાશ મહેશભાઈ માળી (રહે.માળી ફળીયું, દશરથગામ, તા. વડોદરા)ની ધરપકડ કરી હતી અને દારૂના સપ્લાયર રતિલાલ (રહે. અલવા ગામ, તા. વાઘોડિયા, જિ.વડોદરા)ને વોન્ટેડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી હરિ એપાર્ટમેન્ટ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા સોનલબેન ચિરાગભાઈ પટેલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પાર્થ પટેલ અને હિના પરીખે બનાવટી દસ્તાવેજો ઉભા કરી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા કારેલીબાગ શાખામાં રજૂ કરી શ્રી હરિ એપાર્ટમેન્ટ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના નામે બેંક ખાતામાં મૂળ પ્રમુખ અને મંત્રીના નામ રદ બાતલ કરાવી પોતે પ્રમુખ અને મંત્રી હોય તેવું પ્રતીત કરાવી બેંક કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા હતા અને ખાતામાં જમા થયેલી રકમની 51000ની એક એવી બે ફિક્સ ડિપોઝિટ કરાવડાવી સોસાયટીના નાણાનો દુ વિનિયોગ કરવાના ઇરાદે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...