તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:બૂટલેગર અશોક મારવાડીનો 14 લાખનો ડુપ્લિકેટ દારૂ જપ્ત

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ ટોલનાકા પાસેથી પોલીસે રૂા. 14 લાખનો દારૂ ભરેલી 10 ટાયરવાળી ટ્રક ઝડપી હતી. જેમાં ઉપરની બાજુએ કાચના ટુકડા ભરેલા હતા, જ્યારે ચોરખાનામાં દારૂનો મોટો જથ્થો છુપાવી રાખ્યો હતો. - Divya Bhaskar
કરજણ ટોલનાકા પાસેથી પોલીસે રૂા. 14 લાખનો દારૂ ભરેલી 10 ટાયરવાળી ટ્રક ઝડપી હતી. જેમાં ઉપરની બાજુએ કાચના ટુકડા ભરેલા હતા, જ્યારે ચોરખાનામાં દારૂનો મોટો જથ્થો છુપાવી રાખ્યો હતો.
  • કરજણ ટોલનાકા પાસે દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઇવર પકડાયો
  • 24.27 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 શખ્સો સામે ગુનો નોંધાયો

કરજણ ટોલનાકા નજીક શિવવાડી પાસે જિલ્લા એલસીબીની ટીમે ભરૂચ તરફથી આવી રહેલી ટ્રકને અટકાવી તલાશી લેતાં નામચીન બૂટલેગર અશોક મારવાડી અને વિનોદ મારવાડીએ અમદાવાદ મોકલેલો 14 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. દારૂની બોટલોમાં કંપની સીલ લગાવેલું હતું, પણ બેચ નંબર ન હતો, જેથી લેબલ બોગસ હોવાનું પુરવાર થયું હતું. પોલીસે અશોક મારવાડી સહિત 4 સામે બોગસ દસ્તાવેજો અને પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ આદરી હતી.

મહારાષ્ટ્ર બોર્ડરથી દારૂનો જથ્થો લઇ 10 ટાયરવાળી ટ્રક વડોદરા થઇ અમદાવાદ જવાની હોવાની બાતમી જિલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને પીએસઆઇ એમ.એમ. રાઠોડને મળતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરજણ ટોલનાકા પાસે શિવવાડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ટ્રક આવતાં પોલીસે અટકાવીને ડ્રાઇવર રામનિવાસ કેસરારામ બિશ્નોઇને સાથે રાખી ટ્રકની તલાશી લેતાં 311 પેટીમાં દારૂ-બિયર મળ્યાં હતાં, જેની કિંમત 14,18,400 હતી.

ટ્રક ચાલક રામનિવાસની અટકાયત કરી દારૂ, ટ્રક મળી 24,27,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો નામચીન બૂટલેગર અશોક પુનમાભાઇ મારવાડી (બિશ્નોઇ) તથા વિનોદ બિશ્નોઇ (બંને રાજસ્થાન)એ મહારાષ્ટ્ર બોર્ડર પાસે મૂકી અમદાવાદના જગદીશ નામના શખ્સને આપવાનો હોવાની માહિતી ટ્રક ચાલકે આપતાં પોલીસે 3 બૂટલેગરો સહિત 4 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

કાચના ટુકડા મૂકી ચોરખાનામાં દારૂ છુપાવ્યો હતો
બૂટલેગર અશોક મારવાડીએ દારૂ ભરેલી ટ્રક મહારાષ્ટ્ર બોર્ડર પાર કરાવી રોડ પર મૂકી હતી, જ્યાંથી ડ્રાઇવર રામનિવાસ ટ્રક લઇ અમદાવાદના બૂટલેગર જગદીશને આપવા જતો હતો. પોલીસે ટ્રક પર બાંધેલી તાડપત્રી ખોલીને જોતાં તેની નીચે કાચના ટુકડા અને ભૂકો ભરી નીચે બોક્સ મૂકેલા હતાં. જેથી પોલીસે તપાસ કરતાં ડ્રાઇવર સાઇડની બોડીમાં બોલ્ટ જોવા મળ્યો હતો, બોલ્ટ ખોલી પતરું હટાવી જોતાં બોક્સ જોવા મળ્યું હતું, જેમાં દારૂની બોટલો હતી. એક બોક્સમાં દારૂની 2 પેટી હતી.

સોશિયલ મીડિયા દ્વારા કોલ કરતા હતા
ચાલક રામનિવાસે જણાવ્યું કે, વિનોદ અને અશોક મારવાડીએ સોશિયલ મીડિયા દ્વારા કોલ કરી કહ્યું હતું કે, મહારાષ્ટ્ર બોર્ડર પાર કરીને દારૂ ભરેલી એક ટ્રક મૂકી છે, જે લઇ અમદાવાદ જગદીશને આપવા જવાનું છે. વિનોદ અને જગદીશ સોશિયલ મીડિયાના કોલ થકી સંપર્કમાં રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...