કોરોના અંગેના રસીકરણમાં શનિ-રવિવારે સાંજના સેશન દ્વારા મેગા વેક્સિનેશનનું આયોજન આરોગ્ય વિભાગે કર્યું હતું, પણ રસીની અછતને પગલે માત્ર સવારના સેશનમાં યોજાયાં હતાં. જોકે શનિવારે રસીના 20 હજાર ડોઝ આવતાં આરોગ્ય વિભાગે અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરોને સાંજના સ્પેશિયલ સેશન ગોઠવવા આદેશ કર્યો હતો. અચાનક થયેલા આદેશને પગલે ડોકટરો દોડતા થયા હતા.
શનિવારે 26 સેન્ટરમાં માત્ર 547 બાળકોને રસી અપાઈ હતી. બીજી તરફ મેયર કેયુર રોકડિયાએ ગોરવામાં બીજા ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 2 ડોઝ લેનાર વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવાનું 10મીથી શરૂ કરાશે. જે અંગે 8મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવાની વાત હતી, પરંતુ રાજ્ય સરકાર તરફથી મેસેજ ન આવતાં કે ઓનલાઇન અપડેશન ન થતાં કામગીરી શરૂ થઇ શકી નથી. 60 વર્ષથી ઉપરના જે લોકોએ 2 ડોઝ લીધા પછી 9 મહિના થયા હોય તેમને બુસ્ટર ડોઝ અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.