ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમો:તહેવારોમાં શહેર-જિલ્લાના 525 લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રૂ 227 કરોડનો બુસ્ટર ડોઝ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તહેવારોમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમો હેઠળ વિવિધ બેંકો દ્વારા શહેર અને જિલ્લાના 525 લઘુ- મધ્યમ ઉદ્યોગોને રૂા.227.93 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું હતું.જે કોરોનાકાળમાં મંદીનો સામનો કરનાર ઉદ્યોગો માટે બુસ્ટર ડોઝ સમાન સાબિત થશે.ગત ગુરુવારે અટલાદરા ખાતે ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા તમામ બેંકોને સાથે રાખી કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર આર.બી.બારડના હસ્તે આઉટરીચ પ્રોગ્રામ હેઠળની તમામ બેંકો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ રૂા. 444.28 કરોડના ધિરાણના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા.

એમએસએમઇ સેકટરને અપાયેલી રૂા. 227 કરોડની સહાય કોરોનાકાળ બાદ કંપનીઓ માટે બુસ્ટર ડોઝ સમાન બની રહેશે.આ પ્રોગ્રામ હેઠળ, બેંકોએ રિટેલ, એગ્રીકલ્ચર અને એમએસએમઇ હેઠળ ઝડપી મંજૂરી અને વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરી તમામ પ્રકારના ગ્રાહકોને આવરી લીધા હતા. આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર રાજેશ કુમાર સિંઘ સહિત વિવિધ બેંકોના એક્ઝિક્યુટિવ્સ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...