• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Bookings For Himachal Goa Started, 50% Inquiries Received, Government Opened Various Places For Hobbyists, Entry To Goa Without Test

અનલૉક ટ્રાવેલ:હિમાચલ-ગોવા માટે બુકિંગ શરૂ, 50% ઈન્કવાયરી આવી, સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુક્યાં, ગોવામાં ટેસ્ટ વિના એન્ટ્રી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનલોક-4 બાદ હવે સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુક્યાં છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, કર્ણાટક, દાર્જિલિંગ, રાજસ્થાન જેવી જગ્યાઓ ખુલી મુકાઈ છે. ફરવા માટે હોટ સ્પોટ ગણાતું ગોવા પણ હવે કોવિડ ટેસ્ટ વિના ટ્રાવેલર્સને એન્ટ્રી આપી રહ્યું છે. જ્યારે ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં હનીમુન ફેવરીટ માલદિવ્સ સાથે દુબઈ, શ્રીલંકા, તુર્કિ જેવા દેશો પણ ફરવા માટે ખુલી ગયા છે. શહેરનાં ટ્રાવેલ એજન્ટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘ફેમિલી સાથે ફ્રેન્ડસ સાથે લોકો ટુર પર જવું પસંદ કરે છે. અનલોક બાદ હવે રાજસ્થાનમાં બુકિંગ શરૂ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટુરના પેકેજીસ અને રેટ્સમાં પણ ઘટાડો થયો છે. જ્યારે એડવેન્ચર ટૂરીંગ માટે પ્રખ્યાત લેહ-લદાખ માટે પણ ઇન્ક્વાયરી વધી છે. ગોવા માટે ઈન્કવાઈરી કરી લોકો દિવાળી બાદનું બુકિંગ કરાવી રહ્યા છે.

ટુરના પેકેજીસ અને રેટ્સમાં પણ ઘટાડો થયો
વડોદરામાં 50 ટકા પબ્લિક સર્વિસ ક્લાસ છે. સર્વિસ ક્લાસ લોકોને લોક ડાઉનમાં આર્થિક રીતે ફટકો પડયો છે તેથી બિઝનેસ ક્લાસની વધુ ઈન્કવાયરી આવી રહી છે. લોકો કોરોના થી હવે ટેવાઈ ગયા છે તેથી દિવાળી માટે ફરવા જવાની ઈન્કવાયરી આવી રહી છે. ઇન્ટરનેશનલ ટ્રીપ માટે કોરોના નો રિપોર્ટ જરૂરી છે અને ક્વોરન્ટાઇન પણ થવું પડતું હોય છે. ઉદયપુર, ગોવા, હિમાચલ જેવા સ્થળ પર ફરવા જવા માટે ની 50% ઈન્કવાયરી આવી રહી છે. દિવાળીમાં લોકો ઇન્ટરનેશનલ ટ્રીપમાં દુબઈ જવાનું પસંદ કરશે કારણ કે, તે પરવડે તેવી જગ્યા છે. - કૃપા વૈષ્ણવ, સિનિયર એક્ઝિક્યુટિવ, બેસ્ટ વોયેજ પ્રા. લી

ઉદયપુરમાં 3 દિવસના નવરાત્રી પેકેજીસ શરૂ
દર વર્ષે ફરવા જતા લોકોને ફરવામાં રસ તો બહુ જ છે પરંતુ, કોરોનાના કારણે ડરી રહ્યા છે. યુવાનો દિવ, દમણ જેવી જગ્યા પર જઈને ફરી આવે છે. આ વર્ષે ઉદયપુરમાં બે થી ત્રણ દિવસના નવરાત્રી પેકેજીસ શરૂ થયા છે. ઉદયપુરના રિસોર્ટમાં નવરાત્રી રમાડવા માટે પરવાનગી મળી છે અને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન હોવાથી લોકો ત્યાંની ઇન્કવાયરી કરે છે. પરંતુ ફરવા કરતા રિસોર્ટમાં ગરબા થશે કે નહીં તેની ઇન્કવાયરી વધુ આવે છે. - દીપક ઠક્કર, ટ્રાવેલ એજન્ટ, રાજ ઇન્ટરનેશનલ

અન્ય સમાચારો પણ છે...