તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:રસી માટે સ્લોટ ખૂલતાં માત્ર પાંચ જ મિનિટમાં 140 ડોઝનું બુકિંગ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં 24 કલાકનો સ્લોટ હતો, અડધો કલાક કર્યો તો પણ એ જ સ્થિતિ
  • અધિકારીઓ- પદાધિકારીઓ પરિચિતોને સ્લોટ ખૂલવાની જાણ કરતા હોવાની શંકા

રાજ્ય સરકાર દ્વારા 45વર્ષથી ઉપરના લોકો માટે ત્રણ દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બીજી બાજુ 18થી 44 વય જૂથ માટે રસી માટેનો સ્લોટ ખુલતા માત્ર પાંચ મિનિટમાં 140 ડોઝ માટેનું બુકિંગ થઇ જાય છે. જેથી નજીકનું સેન્ટર ન મળતા અનેક લોકોએ 15 કિલોમીટર દૂર મકરપુરાથી સિટીમાં ફતેપુરા સેન્ટર ખાતે અને સુરસાગર ખાતે રસી મુકાવવા આવવું પડ્યું હતું. શુક્રવારે 5102 લોકોએ રસી મૂકાવી હતી.

અગાઉ રસીકરણ માટેના વિવિધ સેન્ટરો ના સ્લોટ જુદા જુદા સમયે ખુલતા હતા. હવે તમામનો અડધો કલાક ફિકસ કર્યો છતાં એ જ સ્થિતિ છે. જેથી પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પરિચિતો અગાઉથી જાણ કરાતી હોવાની શંકા છે. જેના પગલે માત્ર 5 મિનિટમાં જ તમામ બુકિંગ થઇ જતું હતું. ખંડેરાવ માર્કેટ સામે ના સેન્ટરમાં 10 વાગ્યે દિશા ચૌહાણને રસી મૂકાયા બાદ 12 વાગ્યા સુધી મેસેજ ન આવતા તેના માતા-પિતા દોડી આવ્યા હતા. ડેટા 1 વાગ્યા બાદ અપલોડ કરવાનું જણાવી તેમને પરત મોકલાયા હતા.

ફતેપુરા સેન્ટરમાં એક સરખા નામને પગલે દોડધામ
ઉત્તર પ્રદેશના વતની દિપક સિંહ ભદોરીયા મકરપુરા ખાતેની કંપનીમાં નોકરી કરે છે. કંપની દ્વારા પાંચ કર્મચારીઓનું બુકિંગ ફતેપુરા મંગલેશ્વર ઝાંપા સ્કૂલમાં કરાવ્યું હત. રસી મુકવા આવેલા દીપકભાઈએ બુકિંગ બતાવતાં તેમના નામે અન્યને રસી મુકાયા હોવાનું સેન્ટર પરથી જણાવતા દોડધામ મચી હતી. ડો. નિર્મલે જણાવ્યું હતું કે દિપક સિંગ અને દીપકકુમાર એકસરખા નામ હોવાથી મૂંઝવણ ઊભી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...