ઓનલાઇન સટ્ટાનો પર્દાફાશ:વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો બુકી ઝડપાયો, 4ને વોન્ટેડ જાહેર કરાયા, 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ઉપર આરોપી ઓનલાઇન સટ્ટો રમાડતો હતો
  • ઓનલાઇન સટ્ટો રમવા માટેની આઇડી અને વોટ્સએપ ચેટ મળી આવ્યા

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ ખાતે આવેલી રાધિકાપાર્ક સોસાયટીમાં પોતાના મકાનમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડતા બુકીને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો અને 2.82 લાખ રૂપિયાથી વધુની મત્તા કબજે કરીને 4 શખસોને વોન્ટેડ જાહેર કર્યાં છે.

ઓનલાઇન સટ્ટો રમવાની આઇડી અને વોટ્સએપ ચેટ મળ્યા
ફતેગંજ પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી રાધિકા પાર્ક સોસાયટીમાં કમલેશ પટેલ ભારત તથા ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચ ઉપર પોતાના બંધ મકાનમાં ક્રિકેટની ઓનલાઈન આઈડી ઉપર સટ્ટો રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી કલ્પેશ પટેલ ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમવા માટેની આઇડી તેમજ વોટ્સએપ ચેટ મળી આવ્યા હતા.

પોલીસે 2.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
દરોડા દરમિયાન પોલીસે અંગજડતીના રોકડા રૂપિયા 25,400, ક્રિકેટ સટ્ટાના રોકડા રૂપિયા 1,82,100, 3 નંગ મોબાઇલ ફોન તથા એલઈડી ટીવી મળી કુલ 2,82,200ની મત્તા કબજે કરી આરોપીની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

4 શખસોને વોન્ટેડ જાહેર કરાયા
પોલીસે આ ગુનામાં ચિરાગ પટેલ, સુરભી પટેલ, મૌલિક પટેલ(ત્રણેય રહે, મહેસાણા ) અને અલ્પેશ પટેલ (રહે, મુદ્રા ગામ કચ્છ ભુજ)ને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...