માધુરીના શૂટિંગથી અવ્યવસ્થા સર્જાઇ:બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પાવાગઢમાં 'મેરે પાસ મા હૈ' ફિલ્મનું શૂટિંગ કર્યું, રોપ વે સેવા બંધ કરી દેવાતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયા

વડોદરા14 દિવસ પહેલા
અભિનેત્રી માધુરી દીક્ષિત પાવાગઢમાં 3 દિવસ સુધી શૂટિંગ કરશે
  • રોપ વે સ્ટેશનનો આખો વિસ્તાર કોર્ડન કરી દેવાતા શ્રદ્ધાળુઓએ હોબાળો મચાવ્યો
  • આગોતરી જાણ કર્યાં વિના માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા
  • અભિનેત્રી માધુરી દીક્ષિત પાવાગઢમાં આજથી 3 દિવસ સુધી શૂટિંગ કરશે

બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત આજે યાત્રાધામ પાવાગઢ ખાતે ફિલ્મ શૂટિંગ માટે પહોંચી હતી. માધુરી દીક્ષિત અભિનિત 'મેરે પાસ મા હૈ' ફિલ્મના શૂટિંગ દરમિયાન પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઇ ગઇ હતી અને રોપ વે જવાનો રસ્તો કોર્ડન કરીને બાઉન્સર મૂકી દેવાતા યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો. પાવાગઢમાં આજથી 3 દિવસ સુધી માધુરી દીક્ષિત શૂટિંગ કરશે.

રોપ વે બંધ કરી દેવાતા અવ્યવસ્થા ઉભી થઇ
દિવાળી વેકેશનથી જ યાત્રાધામ પાવાગઢમાં યાત્રાળુઓ ભારે ધસારો થઇ રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવે છે. આ દરમિયાન પાવાગઢ ખાતે માંચી અને રોપ વે ખાતે માધુરી દીક્ષિતની ફિલ્મ 'મેરે પાસ મા હૈ'ના શૂટિંગ શરૂ થયું છે. માધુરી દીક્ષિતે રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું. જેને લઇને રોપ વે સેવાને અસર થઇ હતી અને જ્યાં સુધી શુટિગ ચાલ્યું ત્યા સુધી રોપ વે સેવા બંધ થઇ ગઇ હતી. જેથી પાવાગઢ સ્થિત માંચી ખાતે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે અને બાઉન્સર મૂકી દેવામાં આવ્યા છે. જેને પગલે બાઉન્સરો અને યાત્રાળુઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી યાત્રાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો
પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો

આગોતરી જાણ કર્યાં વિના માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવાયો
વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ફિલ્મના શૂટિંગને લઇને રોપ વે બંધ રહેશે તેવી કોઇ આગોતરી જાણ કરવામાં આવી નહોતી. જેને પગલે યાત્રાળુઓ અટવાઇ ગયા હતા અને દર્શન માટે કલાકો લાગ્યા હતા. ફિલ્મ શૂટિંગને કારણે રોપ વે સ્ટેશનનો આખો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે. જેને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રસ્તો અને પાર્કિંગ બંધ કરી દેવાતા ચાંપાનેર હોટલના પાર્કિંગ પાસે લોકોએ વાહનો પાર્કિંગ કરી દેતા ચકમક ઝરી હતી
રસ્તો અને પાર્કિંગ બંધ કરી દેવાતા ચાંપાનેર હોટલના પાર્કિંગ પાસે લોકોએ વાહનો પાર્કિંગ કરી દેતા ચકમક ઝરી હતી

આડેધડ વાહનો પાર્કિંગ કરી દેવામાં આવ્યા
રોપ વે જવાના રસ્તા પર ગ્રામ પંચાયતનું વિશાળ પાર્કિંગ છે, પરંતુ રસ્તો અને પાર્કિંગ બંધ કરી દેવાતા ચાંપાનેર હોટલના પાર્કિંગ પાસે લોકોએ વાહનો પાર્કિંગ કરી દેતા ચકમક ઝરી હતી. માંચી ખાતે જ્યાં જુઓ ત્યાં આડેધડ વાહનો પાર્કિંગ કરી દેવામાં આવ્યા હતા. હજુ બે દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ ચાલવાનું છે, ત્યારે તંત્ર વ્યવસ્થા કોઇ વ્યવસ્થા નહીં કરે, તો આગામી દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ અટવાઇ જશે તે નક્કી છે. પોલીસ અને વહીવટી તંત્ર હસ્તક્ષેપ નહીં કરે તો હજુ બે દિવસ શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા
માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાઇ ગયા

શૂટિંગ માટે ભદ્ર ગેટમાં બજાર ઉભુ કરાયું
માધુરી દીક્ષિતની ફિલ્મનું શૂટિંગ આણંદના ધર્મજ, વડોદરા એરપોર્ટ, પાવાગઢ ગામ અને શક્તિપીઠ ખાતે કરવામાં આવ્યું હતું. આવતીકાલે જુમ્મા મસ્જિદ, સાત કમાન અને ભદ્રગેટ ખાતે શૂટિંગ થશે. શૂટિંગ માટે ભદ્ર ગેટમાં બજાર ઉભુ કરાયું છે.

પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે
પાવાગઢ માંચીથી રોપ વે જવાનો કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે

(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...