• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Bollywood Actor Milind Soman's 'Run For Unity' From Mumbai To Statue Of Unity Will Reach Kevadia In 8 Days By Running 56 Km Every Day

સ્વસ્થ ભારતનો સંદેશ:બોલિવુડ એક્ટર મિલિંદ સોમણની મુંબઇથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 'રન ફોર યુનિટી', દરરોજ 56 કિમી દોડીને 8 દિવસમાં કેવડિયા પહોંચશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક્ટર મિલિંદ સોમણ એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટર દોડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચશે - Divya Bhaskar
એક્ટર મિલિંદ સોમણ એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટર દોડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચશે
  • મુંબઇથી 450 કિલોમીટર દોડીને 22 ઓગસ્ટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે
  • વલસાડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મિલિંદ સોમણનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે

સમગ્ર ભારતને એકતાંતણે જોડનાર લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ભારતની એકતાનું પ્રતિક બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસના રોજ દર વર્ષે રન ફોર યુનિટીનું આયોજન સમગ્ર ભારતમાં થાય છે. વડાપ્રધાનના આહવાનથી પ્રેરીત થઇને બોલિવુડ એક્ટર મિલિંદ સોમણ એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે શિવાજી પાર્ક, મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટર એટલે કે રોજનું 56 કિ.મી. દોડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચશે. વલસાડથી નર્મદા જીલ્લા સુધી દરેક જિલ્લા કલેક્ટર મિલિંદ સોમણનું સ્વાગત કર્યું છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર પણ જિલ્લાના પ્રતાપનગર ખાતે સ્વાગત કરશે.

22 ઓગસ્ટે સાંજે 4 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે
મિલિંદ સોમણ એક જાણીતા ફિલ્મ કલાકાર છે અને દેશભક્તિથી ભરપૂર અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે આ સાથે તેઓ વડાપ્રધાનના સ્વપ્ન “ફિટ ઇન્ડિયા” અને “સ્વસ્થ ભારત”નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યા છે. મિલિંદ સોમણ તેમનાં પત્ની અને 8 સભ્યોની ટીમ સાથે ગત 15 ઓગસ્ટથી શિવાજી પાર્ક, મુંબઇથી પ્રતિદિન 50 કિલોમીટર દોડ શરૂ કરી છે અને આગામી 22 ઓગસ્ટે સાંજે 4 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે.

મુંબઇથી 450 કિલોમીટર દોડીને 22 ઓગસ્ટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે
મુંબઇથી 450 કિલોમીટર દોડીને 22 ઓગસ્ટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે

નર્મદા જિલ્લામાં ઠેર-ઠેર સ્વાગત કરાશે
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરેલી આ યાત્રા દરમ્યાન વલસાડથી નર્મદા જિલ્લા સુધી દરેક જીલ્લાની બોર્ડર પર જિલ્લા વહીવટીતંત્ર મિલિંદ સોમણનું સ્વાગત કરશે. નર્મદા જીલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. તે પ્રમાણે પ્રતાપનગરથી કેવડિયા સુધી અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવશે.

વલસાડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મિલિંદ સોમણનું ઠેર-ઠેર સ્વાગત
વલસાડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મિલિંદ સોમણનું ઠેર-ઠેર સ્વાગત

મિલિંદ સોમણનો કાર્યક્રમ
21 ઓગસ્ટે 16.20 વાગ્યે પ્રતાપનગર જિલ્લા વહીવટીતંત્ર સ્વાગત કરશે
7:00 વાગ્યે ધારીખેડા નર્મદા સુગર, આમલેથા, પોલીસ અને ગામ આગેવાન સ્વાગત કરશે
22 ઓગસ્ટે 9.30 વાગ્યે વિજય ચોક, રાજપીપળાના પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને પાલિકાની ટીમ દ્વારા સ્વાગત
9.45 વાગ્યે આંબેડકર ચોક, રાજપીપળા વૈષ્ણવ વણીક સમાજ દ્વારા સ્વાગત
10.10 વાગ્યે સંતોષ ચારરસ્તા, રાજપીપળા, રોટરી ઇન્ટરનેશનલ કલબ સ્વાગત
10.30 વાગ્યે ગાંધી ચોક, રાજપીપળા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા રાજપીપળા દ્વારા સ્વાગત
12.30 વાગ્યે ગોપાલપુરા સમસ્ત ગામ દ્વારા સ્વાગત
1.30 વાગ્યે ફુલવાડી સમસ્ત ગામ દ્વારા સ્વાગત.
4.00 વાગ્યે ગોરા મુખ્ય કારોબારી અધિકારી, SOUADTGA દ્વારા સ્વાગત
4.30 વાગ્યે વાગડીયા જનરલ મેનેજર, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સ્વાગત કરશે
5:00 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પહોંચશે.

મિલિંદ સોમણ વડાપ્રધાનના સ્વપ્ન “ફિટ ઇન્ડિયા” અને “સ્વસ્થ ભારત”નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યા છે
મિલિંદ સોમણ વડાપ્રધાનના સ્વપ્ન “ફિટ ઇન્ડિયા” અને “સ્વસ્થ ભારત”નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યા છે
મિલિંદ સોમણ ક્યારે ક્યાં પહોંચશે
તારીખદોડની શરૂઆતરાત્રિ રોકાણ
15/08/2021શિવાજી પાર્કવિરાર
16/08/2021વિરારચરોટી
17/08/2021ચરોટીભિલાડ
18/08/2021ભિલાડડુંગરી
19/08/2021ડુંગરીપલસાણા
20/08/2021પલસાણાઅંકલેશ્વર
21/08/2021અંકલેશ્વરપ્રતાપનગર
22/08/2021પ્રતાપનગરસ્ટેચ્યૂ ઓફ યુનિટી

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)