રન ફોર યુનિટી:બોલિવુડ એક્ટર મિલિંદ સોમણ 8 દિવસમાં 450 કિમી દોડીને મુંબઇથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા, ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો

કેવડિયા2 મહિનો પહેલા
મિલિંદ સોમણ એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે મુંબઇથી દોડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચ્યા
  • મુંબઇથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મિલિંદ સોમણનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાષ્ટ્રીય એકતા દિવસનાં રોજ દર વર્ષે રન ફોર યુનિટીનું આયોજન સમગ્ર ભારતમાં થાય છે, તેનાથી પ્રેરિત થઇને બોલિવુડ એક્ટર મિલિંદ સોમણ એકતા અને સ્વસ્થ ભારતના સંદેશ સાથે મુંબઇથી 8 દિવસમાં 450 કિલોમીટર કાપીને દોડીને આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રસ્તામાં મહિલઓએ મિલિંદ સોમાણને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી પણ કરી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા બાદ મિલિંદ સોમાણે ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો.

મુંબઇથી કેવડિયા સુધી તેમનું ઠેર-ઠેર સ્વાગત કરાયું
મિલિંદ સોમણ એક જાણીતા ફિલ્મ કલાકાર છે અને દેશભક્તિથી ભરપૂર અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે આ સાથે તેઓ વડાપ્રધાનના સ્વપ્ન “ફિટ ઇન્ડિયા” અને “સ્વસ્થ ભારત”નાં સંદેશને ભારતમાં ફેલાવી રહ્યા છે. મિલિંદ સોમણ તેમનાં પત્ની અને 8 સભ્યોની ટીમ સાથે ગત 15 ઓગસ્ટથી શિવાજી પાર્ક, મુંબઇથી રોજ અંદાજે 56 કિલોમીટર દોડવાની શરૂઆત હતી અને આજે 22 ઓગસ્ટે સાંજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા હતા. મુંબઇથી કેવડિયા સુધી તેમનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુંબઇથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મિલિંદ સોમણનું ઠેર-ઠેર સ્વાગત કરાયું
મુંબઇથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી મિલિંદ સોમણનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

15 લોકોનું જૂથ મિલિંદ સોમણની સાથે 25 કિમી દોડ્યું
વડોદરા મેરેથોનના પ્રણવ રાય અને 15 લોકોના જૂથે મિલિંદ સોમણની સાથે 25 કિમી દોડી તેમનું સ્વાગત કર્યું હતું. રાજ્ય સરકારે માર્ગમાં આવતા પ્રત્યેક જિલ્લાના પ્રવેશ સ્થળે સોમણનું સ્વાગત કર્યું હતું. અંતિમ ચરણમાં તેમની સાથે દોડનારા વડોદરા મેરેથોનના દોડવીરોમાં હિના, પ્રદીપ, સચિન, પૂજા, પ્રજ્ઞેશ, સ્વપ્નિલ, નિશીથ, નિકી જોશી, અલ્તાફ પઠાણ, અમન પટેલ,રાજેન્દ્ર સિંઘ,નરેન્દ્ર ડોગરા, અજય તિવારી, નિકુંજ ખોખરીયા અને પવન રાયનો સમાવેશ થયો હતો.

મિલિંદ સોમણ આજે 22 ઓગસ્ટે સાંજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા
મિલિંદ સોમણ આજે 22 ઓગસ્ટે સાંજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા

મહિલાઓએ એક્ટરને રાખડી બાંધી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચતા પહેલા રસ્તામાં જ મહિલઓએ એક્ટર મિલિંદ સોમાણને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી પણ કરી હતી.મિલિંદ સોમાણના ચહેરા પર આ સમયે ખુશી જોવા મળી હતી.

મિલિંદ સોમણે ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો
મિલિંદ સોમણે ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો

નર્મદા જિલ્લામાં ક્યાં ક્યાં સ્વાગત કરાયું

  • 9.30 વાગ્યે વિજય ચોક, રાજપીપળાના પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને પાલિકાની ટીમ દ્વારા સ્વાગત
  • 9.45 વાગ્યે આંબેડકર ચોક, રાજપીપળા વૈષ્ણવ વણીક સમાજ દ્વારા સ્વાગત
  • 10.10 વાગ્યે સંતોષ ચારરસ્તા, રાજપીપળા, રોટરી ઇન્ટરનેશનલ કલબ સ્વાગત
  • 10.30 વાગ્યે ગાંધી ચોક, રાજપીપળા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા રાજપીપળા દ્વારા સ્વાગત
  • 12.30 વાગ્યે ગોપાલપુરા સમસ્ત ગામ દ્વારા સ્વાગત
  • 1.30 વાગ્યે ફુલવાડી સમસ્ત ગામ દ્વારા સ્વાગત
  • 4.00 વાગ્યે ગોરા મુખ્ય કારોબારી અધિકારી, SOUADTGA દ્વારા સ્વાગત
  • 4.30 વાગ્યે વાગડીયા જનરલ મેનેજર, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સ્વાગત કર્યું
  • 5:00 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્વાગત કરાયું સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાંથી નર્મદા ડેમનો નજારો માણ્યો હતો
મહિલઓએ એક્ટર મિલિંદ સોમાણને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી
મહિલઓએ એક્ટર મિલિંદ સોમાણને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી
15 લોકોનું જૂથ મિલિંદ સોમણની સાથે 25 કિમી દોડ્યું
15 લોકોનું જૂથ મિલિંદ સોમણની સાથે 25 કિમી દોડ્યું
અન્ય સમાચારો પણ છે...