તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઇરલ:વડોદરામાં ઉછીના આપેલા રૂ.6 લાખ કઢાવવા બોગસ PSIએ વેપારીને થાંભલો પકડાવી પ્લાસ્ટિકની પાઇપથી માર્યો, પતિને છોડી દેવા પત્ની કરગરતી રહી

વડોદરાએક મહિનો પહેલા
ભાયલી ગામમાં વેપારી પાસેથી નાણાં કઢાવવા માટે એક શખસે બોગસ PSI બનીને થાંભલો પકડાવી પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યો
  • ભાયલીના વેપારીને માર મારનાર બોગસ PSIની તાલુકા પોલીસે ધરપકડ કરી
  • પોલીસે આરોપીને કસ્ટડીની બહાર બેસાડીને સરભરા કરતા જિલ્લા પોલીસ વડાએ તપાસનો આદેશ કર્યો

વડોદરાના ભાયલી ગામમાં કરજદાર વેપારી પાસેથી નાણાં કઢાવવા માટે સોપારી લેનાર શખસે બોગસ PSI બનીને થાંભલો પકડાવી પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યો હતો. પત્ની સામે જ વેપારી પતિને બોગસ PSI દ્વારા માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થતાં જિલ્લા પોલીસ એકશનમાં આવી હતી અને આ બનાવ અંગે વડોદરા તાલુકા પોલીસે વેપારીની ફરિયાદના આધારે બોગસ PSI સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. જોકે, તાલુકા પોલીસ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાને બદલે કસ્ટડીની બહાર બેસાડી વીઆઇપી સરભરા કરવામાં આવી રહી હોવાની વિગતો વડોદરા જિલ્લા પોલીસ વડાને મળતા તપાસનો આદેશ કર્યો છે.

ઉછીના આપેલા નાણાંની ઉઘરાણી શરૂ કરી
વડોદરાના ભાયલીમાં વેપારી ભ્રુગેશ ઠાકુર રહે છે. તેઓએ વર્ષ-2017માં સુરતના પંકજભાઇ પાસેથી 6 લાખ રૂપિયા વેપાર કરવા માટે ઉછીના લીધા હતા. પરંતુ, ધંધામાં ખોટ જતા સમયસર નાણાં ચૂકવી શક્યા ન હતા. તેથી નાણાં ધીરનાર પંકજે ઉઘરાણીનું કામ સિદ્ધાર્થ હરીપરાને સોંપ્યું હતું. 7 મહિના અગાઉ આ વ્યક્તિએ પોતે પોલીસ અધિકારી હોવાનું જણાવી ભ્રુગેશ અને તેની પત્ની પાસે નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી.

બોગસ PSI દ્વારા માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થતાં જિલ્લા પોલીસ એકશનમાં આવી
બોગસ PSI દ્વારા માર મારતો હોવાનો વીડિયો વાઇરલ થતાં જિલ્લા પોલીસ એકશનમાં આવી

પતિને છોડી દેવા પત્ની કરગરતી રહી
પોલીસ હોવાનો દમ મારી અવારનવાર સિદ્ધાર્થ હરીપરા ભ્રુગેશને માર મારીને કડક ઉઘરાણી કરતો હતો. પરંતુ, ગુરૂવારે રાત્રે સિદ્ધાર્થે પોલીસ સ્ટાઇલમાં ભ્રુગેશને તેની જ સોસાયટીમાં થાંભલો પકડાવી તેની બાઇકમાં લગાવેલી પ્લાસ્ટિકની પાઇપથી ઢોર માર માર્યો હતો. પત્ની સામે જ પતિને માર મારતા પત્નીએ પતિને માફ કરવા માટે કરગરતી રહી હતી. પરંતુ, સિદ્ધાર્થે માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બીજી બાજુ આ સમગ્ર ઘટના સોસાયટીના જ એક વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો.

પતિને છોડી દેવા પત્ની બોગસ પીએસઆઇ સમક્ષ કરગરી હતી
પતિને છોડી દેવા પત્ની બોગસ પીએસઆઇ સમક્ષ કરગરી હતી

પત્નીએ જાણ કરતા પોલીસ દોડી ગઇ
પતિ ભૃગેશનેને માર મારતાં જોઇ ન શકનાર પત્ની ખુશ્બુ ઠાકુરે 100 નંબર પર જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બોગસ PSIનો રોફ બતાવી નાણાં કઢાવવા સોપારી લેનાર સિદ્ધાર્થ હરીપરાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સિદ્ધાર્થને તાલુકા પોલીસ મથકમાં લઇ આવ્યા બાદ તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. જોકે, આરોપીને પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવાના બદલે તેને કસ્ટડી બહાર રાખી વીઆઇપી સરભરા આપવામાં આવી હોવાની વાત જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઇએ તપાસનો આદેશ જારી કર્યો હતો.

ભાયલીના વેપારીને માર મારનાર બોગસ PSIની તાલુકા પોલીસે ધરપકડ કરી
ભાયલીના વેપારીને માર મારનાર બોગસ PSIની તાલુકા પોલીસે ધરપકડ કરી

પોલીસની સ્ટાઇલથી ઉઘરાણી કરી આપવાનો હવાલો લે છે
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, અત્યાર સુધી કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ દ્વારા હવાલો લઇને બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ બહાર આવે છે. તો કેટલાક કિસ્સાઓ બહાર આવતા નથી. ત્યારે કેટલાક માથાભારે બોગસ પોલીસ બનીને કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની સ્ટાઇલથી ઉઘરાણી કરી આપવાનો હવાલો લઇ રહ્યા છે. જે ભાયલીનો બનાવ પુરાવો છે.

બોગસ પીએસઆઇનો ભોગ બનેલા પતિ-પત્ની
બોગસ પીએસઆઇનો ભોગ બનેલા પતિ-પત્ની
અન્ય સમાચારો પણ છે...