તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:બોગસ પેઢીનામું તૈયાર કરી જમીન બારોબાર વેચી દીધી, રમણ ગામડીની જમીન મુદ્દે મહિલાની ફરિયાદ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને તેના પિતાનું નામ દર્શાવ્યું નહોતું

જિલ્લાના રમણ ગામડી ગામમાં આવેલ વડીલોપાર્જિત જમીનનું બોગસ પેઢીનામું બનાવી તેમાં મહિલા અને મહિલાના પિતાનું નામ ન દર્શાવી જમીન પોતાના નામે કરાવી લીધા બાદ બારોબાર 40 લાખમાં વેચી દેવાઈ હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતાં વરણામા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પાદરાના ખંડેરાવપુરા ગામમાં રહેતી મીનાબેન સોમાભાઈ બારિયાએ વરણામા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કાકા મંગળ પુજાભાઈ બારિયા, કાકી જમનાબેન બારિયા, કાકાની પુત્રી નયનાબેન બારિયા, કાકાના પુત્ર ભુપેન્દ્ર બારિયા, દીપક બારિયા અને કાકા સનાભાઇ બારિયાએ તેમના દાદાનું બોગસ પેઢીનામું બનાવ્યું હતું.

તેમાં તેમના પિતા અને પિતાના વારસ તરીકે તેમનું નામ દર્શાવ્યું નહતું. આ પેઢીનામામાં સુરેશ ગોપાલભાઈ પટેલ અને દેસાઇ મણીભાઈ પટેલે સહી કરી રેવન્યુ કચેરીઓમાં રજૂ કરી વડીલોપાર્જિત જમીન પોતાના નામે કરાવી લીધી હતી. ત્યારબાદ આ જમીન મહેન્દ્ર કાન્તીભાઈ પટેલ અને વિનોદ કાંતિભાઈ પટેલને 40 લાખમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...