તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મનો આરોપી ઝડપાયો:ફિલ્મોમાં કામ અપાવવાના બહાને વડોદરાની હોટલમાં બીભત્સ વીડિયો ઉતારી દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચરનાર બોગસ ડાયરેક્ટરની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
દિલ્હીની યુવતીને વડોદરા બોલાવી તેની સાથે હોટલમાં દુષ્કર્મ કરવાના કેસમાં રાવપુરા પોલીસે બોગસ ડાયરેક્ટરને ઝડપી લીધો.
  • અલગ અલગ છોકરીઓનાં નામે સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બનાવી મોડેલિંગમાં કામ અપાવવાની લાલચ આપતો હતો

ફિલ્મ-સિરિયલમાં કામ અપાવવાના બહાને દિલ્હીની યુવતીને વડોદરા બોલાવી તેની સાથે હોટલમાં દુષ્કર્મ કરવાના કેસમાં રાવપુરા પોલીસે બોગસ ડાયરેક્ટર રજનીશ ઉર્ફે રાજ રામદુલાર મિશ્રાને ઝડપી પાડ્યો છે. આ શખસ સોશિયલ મીડિયામાં છોકરીઓના નામે ફેક અકાઉન્ટ બનાવી પોતે મોડેલિંગ અને ફિલ્મમાં કામ અપાવવાની લાલચ આપી અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપતો હતો.

બોગસ ડાયરેક્ટર સામે દિલ્હી સાયબર ક્રાઈમમાં ફરિયાદ થયેલી છે
દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રજનીશ ઉર્ફે રાજ મિશ્રાએ મિસ નોર્થ ઈન્ડિયા બનેલી મહિલા સહિત 8 નામથી સોશિયલ મીડિયા પર ફેક અકાઉન્ટ બનાવીને 10 જેટલી યુવતી પાસેથી પૈસા પડાવ્યા હતા, જે અંગે દિલ્હી સાયબર ક્રાઈમમાં પણ રજનીશ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે. રજનીશ મિશ્રા યુવતીઓને કર્મા ફિલ્મ પ્રોડક્શનનો ડાયરેક્ટર હોવાનું જણાવીને ફિલ્મ અને સિરિયલમાં કામ અપાવવાની પણ લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા ખંખેરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે વડોદરાના નવાપુરામાં તે તેના ભાઇના ઘરમાં રહેતો હતો. કોઇ છોકરીને તેના પર ફરિયાદ કરતો ફોન આવે તો તે તેની પત્નીને વાત કરાવતો અને તેની પત્ની આ વાત ખોટી હોવાનું જણાવી માનહાનિ કરવાની યુવતીઓને ધમકી આપતો હતો. આરોપીને એક બાળકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

હોટલમાં બોલાવી નગ્ન ફોટા અને વીડિયો ઉતારીને દુષ્કર્મ આચર્યું હતું
ઉત્તરપ્રદેશના વતની રજનીશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ યુવતીનાં નામે અકાઉન્ટ ખોલીને ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી નગ્ન ફોટા અને વીડિયો ઉતારીને દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા 50 હજારની ખંડણીની માગણી કરી હતી. દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અલગ અલગ છોકરીઓનાં નામે સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બનાવી મોડેલિંગમાં કામ અપાવવાની લાલચ આપતો હતો.
અલગ અલગ છોકરીઓનાં નામે સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બનાવી મોડેલિંગમાં કામ અપાવવાની લાલચ આપતો હતો.

એક્ટિંગ અને મોડેલિંગના નામે યુવતી પાસેથી રૂપિયા પડાવ્યા
દિલ્હીની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે જાન્યુઆરી-2020માં મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અશીકા ત્રિપાઠીએ ઓફર કરી હતી કે તમને હેપ્પી મોડેલિંગમાં રુચિ ધરાવો છો ખરા? જેથી મેં તેમને હામાં જવાબ આપ્યો હતો, ત્યાર બાદ તેમણે કર્મા ફિલ્મ પ્રોડ્કશનના કાસ્ટિંગ ડાયરેક્ટરની ઓળખાણ આપી હતી. તેમને સહમતી આપ્યા બાદ મારો મોબાઇલ નંબર રાજ મિશ્રાને આપ્યો હતો. તેમણે ફોન કરી જણાવ્યું હતું કે જો તમને એક્ટિંગ અને મોડેલિંગમાં રસ હોય તો વડોદરા આવવું પડશે, પરંતુ તમારો પોર્ટફોલિયો તૈયાર કરવા 15 હજાર રૂપિયા આપવા પડશે અને તેમણે તેમનો બેંક અકાઉન્ટ નંબર આપ્યો હતો, જેમાં 13 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. હું વડોદરા આવી ત્યાર બાદ બીજા 52 હજાર રૂપિયાની માગણી કરી હતી. તેમાંથી મેં રૂપિયા 25000 રાજ મિશ્રાને આપ્યા હતા.

જબરદસ્તીથી છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું
આ પૈસા આપ્યા બાદ તેમણે મોડેલિંગ માટે તમારા નગ્ન ફોટા પાડવા પડશે, એમ જણાવતાં મેં એનો વિરોધ કર્યો હતો, પરંતુ અન્ય છોકરીઓના લગ્ન ફોટા તેમણે બતાવ્યા હતા, જેથી મેં પણ નગ્ન ફોટા પડાવ્યા હતા, ત્યાર બાદ તેમણે જબરદસ્તીથી મારા શરીર સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું. આખરે કંટાળીને દિલ્હીની યુવતીએ દિલ્હી સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ આપી હતી અને ત્યાર બાદ એ ફરિયાદ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતાં દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, જેમાં આકાંક્ષા વર્મા હંસિકા ત્રિપાઠી અને રાજ મિશ્રણ એક જ વ્યક્તિ છે અને તેનું પૂરું નામ રજનીશ મિશ્રા પૃથ્વીરાજ મિશ્રા. રહેવાસી જેતપુર ખેરવાડી ઉત્તરપ્રદેશનો હોવાનું જણાવ્યું છે.