તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહી નદીમાંથી લાશ મળી:વડોદરાના લાંછનપુર ખાતે મહીસાગર નદીમાં ડૂબેલા ધો-12 સાયન્સના વિદ્યાર્થીનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યશવંત પારસિંગ ડામોરની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક યશવંત પારસિંગ ડામોરની ફાઇલ તસવીર
  • મહી નદીમાં ડૂબી જનાર યશવંત ડામોર જય અંબે સ્કૂલ હરણી ખાતે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામમાં મહીસાગર નદીમાં મિત્ર સાથે આવેલા 18 વર્ષીય વડોદરાના યુવકનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો છે. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બંને મિત્રો મહીસાગર નદીમાં તણાયા હતા
30 મેના રોજ સાંજે યશવંત પારસિંગ ડામોર(મૂળ રહે, વાગડ, જિ.દાહોદ, હાલ પીએન્ડટી કોલોની, હરણી, વડોદરા) અને તેનો મિત્ર સ્ટીવન સિમોન ખ્રિસ્તી (ફતેગંજ, વડોદરા)મહીસાગરમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે બંને તણાયા હતા, જેમાં યશવંત ગુમ થયો હતો,જ્યારે સ્ટીવન બચી ગયો હતો. જેને પગલે ફાયરબ્રિગેડના તરવૈયાએ મૃતદેહ શોધવા પ્રયત્નો હાથ ધર્યાં હતા. ધો-10માં અભ્યાસ કરતો સ્ટીવન પણ યશવંત સાથે તણાયો હતો. તપાસ અધિકારી મુજબ તરફડિયા મારતી વખતે તેના હાથમાં પથ્થરની આથણી આવી જતાં બચાવ થયો હતો.

યુવક ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો
મહી નદીમાં ડૂબી જનાર યશવંત ડામોર જય અંબે સ્કૂલ હરણી ખાતે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તેઓ કુલ ત્રણ ભાઈ-બહેન છે. જ્યારે તેના પિતા પારસીંગ ડામોર અટલાદરા ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે.

પોલીસ પોઇન્ટ હોવા છતાં લોકો પહોંચી જાય છે
સાવલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. આર. મહિડાએ જણાવ્યું હતું કે, આ સ્થળ જોખમી હોવાથી પંચાયત દ્વારા ઠરાવ કરાવી પોલીસ પોઇન્ટ પણ મૂકાયા છે છતાં લોકો નાહવા જાય છે. માસ્ક સહિત એક દિવસમાં 68 હજાર જેટલો દંડ 3 દિવસ પહેલાં કરવામાં આવ્યો છે તેમ છતાં લોકો બંધ થતા નથી.

અન્ય સમાચારો પણ છે...