તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત કેવી રીતે થયું?:ભરૂચ જિલ્લામાં પેટ્રોલ પંપના માલિકના પુત્રનો મૃતદેહ નર્મદામાંથી મળતા રહસ્ય સર્જાયું, પોઈચા બ્રિજ પરથી મૃતકની કાર મળી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતદેહ મળી આવતાં પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી ગયાં હતાં.(મૃતકની ફાઈલ તસવીર) - Divya Bhaskar
મૃતદેહ મળી આવતાં પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી ગયાં હતાં.(મૃતકની ફાઈલ તસવીર)
  • મૃતકની હત્યા કરાઈ કે પછી તેણે આપઘાત કર્યો તે અંગે રહસ્ય સર્જાયું

કરજણ તાલુકાના નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાથી ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામના રહેવાસી અને પેટ્રોલ પંપના માલિકના પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને નર્મદા નદી ઉપરના પોઇચા બ્રિજ ઉપરથી મરનારની બિનવારસી કાર પણ મળી આવી છે. રહસ્યના વમળો સર્જનાર આ બનાવ અંગે કરજણ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

પોઈચા બ્રિજ પરથી મૃતકની કાર પણ મળી આવી હતી.
પોઈચા બ્રિજ પરથી મૃતકની કાર પણ મળી આવી હતી.

બિનવારસી કાર મળી
મળેલી માહિતી પ્રમાણે કરજણ તાલુકાના નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાંથી એક યુવાનનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મૃતદેહ અંગે તપાસ કરવામાં આવતા આ લાશ ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામમાં રહેતા અને પેટ્રોલ પંપ સંચાલક અશ્વિનભાઈ પટેલના 35 વર્ષીય પુત્ર મયંક પટેલનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં તેઓને નર્મદા નદી ઉપરના પોઇચા બ્રિજ ઉપરથી મૃતક મયંક પટેલની એસ.યુ.વી. કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી.

નદીમાં તરતો મૃતદેહ શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો.
નદીમાં તરતો મૃતદેહ શંકાસ્પદ રીતે મળી આવ્યો હતો.

ન્યાયિક તપાસની માગ
રહસ્યના વમળો સર્જનાર આ બનાવ અંગે કરજણ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે તારીખ 1 જુલાઈ ના રોજ મયંક પટેલ વડોદરાથી ઉમરલા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન તેનો મૃતદેહ પોઇચા બ્રિજ પાસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. મયંક પટેલે આપઘાત કરી લીધો છે કે પછી તેની ઠંડા કલેજે હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવી છે. તે જાણવા પોલીસે લાશને પોષ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી હતી. મળેલી માહિતી પ્રમાણે મયંક પટેલનો મૃતદેહ મળી આવતાં તેના પિતા સહિત પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા પરિવારજનોએ પોલીસને આ બનાવ અંગે ન્યાયિક તપાસ કરવા માગણી કરી છે. અત્રે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આત્મહત્યા પાછળ નાણાંકીય બાબત
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવાન મયંક પટેલ પોતાની પત્ની અને બે સંતાનો સાથે વડોદરા રહેતો હતો અને જ્યા બાળકોનો આભ્યાસ કરાવતો ધંધા માટે તે ઉમલ્લા સ્થિત પેટ્રોલપંપ અને ખેતી માટે ઉમલ્લાથી વડોદરા અવર જવર કરતો હતો, જે આર્થિક મુશ્કેલીમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. દેવું વધવાના કારણે પણ આત્મહત્યા કરી હોવાની પોલીસ ને શંકા છે અથવા નાણાની ઉઘરાણી કરનારા લોકો પર પણ પોલીસને શંકા છે. પરંતુ જે હશે તે પોલીસ તપાસમાં બધું બહાર આવી જશે.