તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે મિત્રોએ જીવ ગુમાવ્યા:ચાંદોદમાં નર્મદા નદીના ત્રિવેણી સંગમ પાસે ડૂબેલા બીજા યુવાનનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો, પરિવારમાં આક્રંદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા નદીના ત્રિવેણી સંગમ પાસે ડૂબેલા બે મિત્રો પૈકી બીજા યુવાનનો મૃતદેહ આજે ત્રીજા દિવસે મળ્યો - Divya Bhaskar
નર્મદા નદીના ત્રિવેણી સંગમ પાસે ડૂબેલા બે મિત્રો પૈકી બીજા યુવાનનો મૃતદેહ આજે ત્રીજા દિવસે મળ્યો
  • નર્મદા નદીમાં ડૂબેલા બે મિત્રો પૈકી એક મિત્રનો મૃતદેહ સોમવારે મળી આવ્યો હતો
  • બંને મિત્રો હાલ વડોદરા તરસાલી ખાતે રહીને મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે નર્મદા નદીના ત્રિવેણી સંગમ પાસે ડૂબેલા બે મિત્રો પૈકી બીજા યુવાનનો મૃતદેહ આજે ત્રીજા દિવસે મળ્યો હતો. આ પહેલા ગઇકાલે સોમવારે એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો.

યુવાનનો મૃતદેહ આજે ત્રીજા દિવસે મળ્યો
8 ઓગસ્ટને રવિવારના રોજ અષાઢી આમાસે ચાંદોદના ત્રિવેણી સંગમ કિનારે ન્હાવા ગયેલા મૂળ છોટાઉદેપુર જિલ્લાના થડગામના પાંચ યુવાનો પૈકી બે યુવાનો નદીમાં લાપતા થવાની કરૂણાંતિકા સર્જાઇ હતી. સ્થાનિક તરવૈયાઓની શોધખોળ છતાં યુવાનોનો પતો ન લાગતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ નીતિન દેવજીભાઈ રાઠવા(ઉ.25)નો મૃતદેહ નદી કિનારેથી જ સોમવારે મળી આવ્યો હતો, જ્યારે આજે મંગળવારે પણ લાશ્કરો દ્વારા ત્રિવેણી સંગમથી રંગ સેતુ પુલ સુધી અન્ય યુવાનની સઘન શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન ઘટના સ્થળથી દૂર ગંગનાથ મહાદેવ અને નંદેરીયા વચ્ચેના નર્મદા નદી કિનારેથી બીજા યુવક ભાવેશ રામજીભાઈ રાઠવા(ઉં.22)નો મૃતદેહ મળી આવ્યો હતો.

બંને મિત્રો હાલ વડોદરા તરસાલી ખાતે રહીને મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા
બંને મિત્રો હાલ વડોદરા તરસાલી ખાતે રહીને મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા

બંને મિત્રો મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા
ચાંદોદ પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો કર્યો હતો. આમ એક જ દિવસના અંતરે બંને યુવાનોના મૃતદેહો શોધવામાં લાશ્કરોને સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, મોતને ભેટેલા બંને મિત્રો હાલ વડોદરા તરસાલી ખાતે રહીને મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા.

નર્મદા નદીમાં ડૂબેલા બે મિત્રો પૈકી એક મિત્રનો મૃતદેહ સોમવારે મળી આવ્યો હતો
નર્મદા નદીમાં ડૂબેલા બે મિત્રો પૈકી એક મિત્રનો મૃતદેહ સોમવારે મળી આવ્યો હતો

આ પહેલા એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો.
આ પહેલા સોમવારે સવારે વડોદરા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લાપતા યુવાનની શોધખોળ હાથ ધરાઇ હતી. શોધખોળ દરમિયાન બપોરે 2:15 વાગ્યે નિતીન દેવજીભાઈ રાઠવાનો મૃતદેહ શોધી કાઢવામાં ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી હતી અને આજે બીજા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે બંને પરિવારજનોમાં માતમ જોવા મળ્યો હતો.

લાશ્કરો દ્વારા ત્રિવેણી સંગમથી રંગ સેતુ પુલ સુધી અન્ય યુવાનની સઘન શોધખોળ ચાલી રહી હતી
લાશ્કરો દ્વારા ત્રિવેણી સંગમથી રંગ સેતુ પુલ સુધી અન્ય યુવાનની સઘન શોધખોળ ચાલી રહી હતી

(અહેવાલઃ કિંજલ ભટ્ટ, ચાંદોદ)

અન્ય સમાચારો પણ છે...